Advertisement

આણંદમાં ગરમ પવનનું વધતું જોર, તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના

આણંદમાં ગરમ પવનનું વધતું જોર, તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના

આણંદમાં ગરમ પવનનું વધતું જોર, તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના

ઉતર પશ્વિમ તરફથી એટલે રાજસ્થાન અને એમપીના પથ્થરિયા પ્રદેશમાંથી ગરમ પવનો ફુંકાઇ રહ્યાં છે. તો બીજી બાજુ દરિયામાં ભેજનું પ્રમાણ ગરમ રહેતા તાપમાન સતત ઉચકાઇ રહ્યું છે. જેના કારણે ચરોતર પંથકમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી પહોંચતાં એકસપ્રેસ વે અને હાઇવે પર બપોરના સમયે 70 ટકા ટ્રાફિકનું ભારણ ઘટયું હતું. મોટાવાહન ચાલકો ગરમી વધતાં જ બપોરના 12 વાગ્યાથી હોટલો અને વૃક્ષો નીચે વાહનો પાર્ક કરીને ચાર કલાક સુધી આરામ ફરમાવતાં જોવા મળ્યાં હતા. જેના કારણે બપોરે એકસપ્રેસ વે અને હાઇવે પર વાહનોની ચહલપહલમાં ભારે ઘટાડો નોંધાયો છે.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે આગામી બે દિવસ સુધી ગરમ પવનો જોર વધુ રહેવાની સંભાવના હોવાથી તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે. જ્યારે રાત્રિ નું તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેતા ગરમ પવનોની અસર મોડીરાત સુધી રહેવાની સંભાવના છે.

બપોરે તો માર્ગ ધગધગી ઉઠતાં વરાળો નીકળતી જોવા મળથી હતી. જેના કારણે શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. જ્યારે સતત વધી રહેલી ગરમીના કારણે ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું હોય તેવા ખેતરોમાં 7 સેમીની ઉંડાઇ સુધીનું પાણી ભરી રાખવા તેમજ ઇયળના ઉપદ્વવ અટકાવવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું છે.તેમજ પશુ બિમારના પડી જાય તે માટે તબેલા પર પાણીનો છંટકાવ કરવો તેમજ પશુઓને વારંવાર પીવા માટે ઠંડુ પાણી આપવા કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.

Advertisement