આણંદમાં ઓવરબ્રિજ અને આરસીસી રોડના કામે નાયબ કમિશનર દોડ્યા મેદાને!
આણંદ: આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણાએ જનતા ચોકડી પાસે નો ઓવરબ્રિજની સ્થળ મુલાકાત કરી જરૂરી વિગતો મેળવી હતી અને મનપા વિસ્તારમાં ચાલી રહેલ વિવિધ કામોનું જાત નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણાએ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર શ્રી જીગર પટેલ સાથે રહીને જનતા ચોકડી સ્થિત રેલવે ઓવર બ્રિજ નું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત
આણંદ વિદ્યાનગર સ્થિત વિનુકાકા માર્ગ ઉપર આવેલી સોસાયટીઓમાં ૧.૫ કિલોમીટરના આરસીસી રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરને રોડની મજબૂતાઈમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા જરૂરી સુચના આપી હતી અને આરસીસી રોડ મજબૂત અને ટકાઉ બનાવવા માટે જણાવ્યું હતું.

મનપાના સીટી એન્જિનિયર જીગર પટેલે માર્ગની ચાલી રહેલ કામગીરીથી નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણાને વાકેફ કર્યા હતા, જેમાં
આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલ ગાર્ડનથી બાકરોલ ગેટ સુધી ૭૦૦ મીટરના આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી બાકી છે અને આ રસ્તા ઉપર ફર્નિચરનું કામ બાકી છે, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીએ આ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અને વહેલામાં વહેલી તકે આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણાએ મનપા વિસ્તારમાં ચાલતા તમામ કામો નું તબક્કા વાર નિરીક્ષણ કરવામાં આવશે, તેમ જણાવી કોન્ટ્રાક્ટરો શ્રેષ્ઠ અને ટકાઉ કામગીરી કરે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું.