Advertisement

આણંદમાં આધુનિક સ્લોટર હાઉસનું નિર્માણ: રૂ. 2 કરોડ ખર્ચે સિલોટર હાઉસ તૈયાર

આણંદમાં આધુનિક સ્લોટર હાઉસનું નિર્માણ: રૂ. 2 કરોડ ખર્ચે સિલોટર હાઉસ તૈયાર

આણંદમાં આધુનિક સ્લોટર હાઉસનું નિર્માણ: રૂ. 2 કરોડ ખર્ચે સિલોટર હાઉસ તૈયાર

આણંદ સામરખા ચોકડી મનપા હસ્તક રૂ 2 કરોડના ખર્ચે નવું સ્લોટર હાઉસ તૈયાર કરાશે. ત્યારે અમદાવાદ વડોદરા હાઇવે રોડ પર તંત્રએ સ્લોટર હાઉસ તોડી નાખતા શહેરીજનોને હાલાકીઓનો ભોગ બનવું પડતું હતું. આખરે મંજૂરી મળતાં સ્લોટર હાઉસ આધુનિક બનાવવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ પાલિકા હસ્તક સ્લોટર હાઉસ નેશનલ હાઇવે એપીએમસી સામે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે હાઇવે 6 લેન કરવામાં માટે આવતાં સ્લોટર હાઉસ તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પાછલના ભાગની જમીન ઘણા સમયથી પડતર પડી રહી હતી.

સ્લોટર હાઉસ ન બનાવતા શહેરમાં મટનનો ધંધો કરતાં વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વખત આવતો હતો. જેથી છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવા છતાં જગ્યાના પ્રશ્ને વિવાદો ઉઠતાં પડતું મુકવામાં આવતું હતું.

આખરે મનપાએ તેની મૂળ જગ્યા પર બે કરોડના ખર્ચે આધુનિક સ્લોટર હાઉસ બનાવવામાં નક્કી કર્યું છે. જેમાં આધુનિક સેનીટેશન મશીન મુકાશે. જેથી તેની દુર્ગધ બહારના જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. સ્લોટર હાઉસ તૈયાર થતાં શહેરની મધ્યમ આવેલી દુકાનોમાં કતલ અટકી જતાં સ્વચ્છતા જળવાશે.

Advertisement