Advertisement

આણંદને ટીબી મુક્ત બનાવવા સાંસદ મિતેષ પટેલનો અનુરોધ:દિશા કમિટી બેઠકમાં અધિકારીઓને 2029 લક્ષ્ય માટે સૂચન

આણંદને ટીબી મુક્ત બનાવવા સાંસદ મિતેષ પટેલનો અનુરોધ:દિશા કમિટી બેઠકમાં અધિકારીઓને 2029 લક્ષ્ય માટે સૂચન

આણંદના સાંસદ અને દિશા કમિટીના ચેરમેન મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આણંદ સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભારત સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા અને ભાવિ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દિશા કમિટીના ચેરમેન મિતેષભાઈ પટેલે અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2029 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય છે. આ લક્ષ્યને અનુરૂપ, આણંદ જિલ્લો પણ વહેલામાં વહેલી તકે ટીબી મુક્ત બને તે માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે.

આ ઉપરાંત, તેમણે આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ, શુદ્ધ પીવાનું પાણી અને આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કોઈ પણ નાગરિક પાયાની સુવિધાઓથી વંચિત ન રહે તેની કાળજી લેવા પર ભાર મૂક્યો હતો.

સાંસદે ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો સમયસર અને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવા પણ સૂચન કર્યું હતું, જેથી કોઈ પણ સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહે. તેમણે તાલુકાના જનપ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવેલા વિકાસલક્ષી પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ, તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement