Advertisement

આણંદની ટૂંકી ગલીઓમાં દબાણો સામે પોલીસની કડક નજર

આણંદની ટૂંકી ગલીઓમાં દબાણો સામે પોલીસની કડક નજર

આણંદની ટૂંકી ગલીઓમાં દબાણો સામે પોલીસની કડક નજર

આણંદની ટુંકી ગલીમાં વારંવાર થતાં દબાણો અટકાવવા મનપાએ શહેર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીને લારી પુન: ન ગોઠવાઇ તે માટે ટુંકી બંદોબસ્ત ગોઠવવા માટે માગ કરી હતી. જેના ભાગરૂપે ગુરૂવાર સવારથી ગલીની બંને બાજુએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતાં એક પણ લારીવાળા ફરક્યા ન હતા. જેને લઇને દોઢ માસ બાદ પુન: ખુલ્લી જોવા મળી હતી.

આણંદ મનપા ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે ટુંકી ગલીમાં પુન: દબાણો થઇ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને ધ્યાને લઇને મનપાએ ટુંકી ગલી બંને નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે શહેર પોલીસ મથકે રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે ગુરૂવાર સવારે 7 વાગ્યાથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતાં લારી પાથરણાવાળા પોલીસને જોઇને કોઇ દેખાયા ન હતા. જેના કારણે દિવસ દરમિયાન રસ્તો ખુલ્લો રહ્યો હતો. જેને લઇને સ્થાનિકો હાશકારો અનુભવ્યો હતો. તો બીજી બાજુ લારી પાથરણાવાળા અન્ય જગ્યા ફાળવવા માટે માગ કરી રહ્યાં છે.

Advertisement