આણંદ તાલુકાની સારસા ચોકડી ખાતે આવેલ સત્યેન્દ્રજી પેકેજીંગ કંપનીમાં છત પર લગાવેલ સોલાર પેનલના વાયરીંગમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી.જો કે આણંદ ફાયર બ્રિગેડનાં લાસ્કરોએ દોડી જઈ 2 હજાર લીટર પાણીનો મારોચલાવી ત્વરીત આગ કાબુમાં લેતા મોટુ નુકશાન નિવારી શકાયું હતું.
સારસા ચોકડી ખાતે આવેલી સત્યેન્દ્રજી પેકેજીંગ કંપનીમાં છત પર લગાવેલ સોલાર પેનલના વાયરીંગમાં આજે બપોરના સુમારે અચાનક આગ લાગી હતી છત પરથી ધુમાડો નિકળતો જોઈ કંપનીમાં કામ કરતા કામદારોમાં અફડા તફડી મચી જવા પામી હતી.
આ અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનાં ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, હર્ષિલ, મુકેશ, વિમલ અને યુવરાજ તાત્કાલીક ધટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ઝડપથી આગ પર કાબુ મેળવી લીધો હતો,જેના કારણે મોટું નુકશાન નિવારી શકાયું હતું, આ ઘટનાને લઈને આસપાસનાં લોકોનાં ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા.