Advertisement

આણંદના ફરતા પશુ દવાખાનાની સફળતા: 5 વર્ષમાં 1.33 લાખ પશુઓને મફત સારવાર

આણંદના ફરતા પશુ દવાખાનાની સફળતા: 5 વર્ષમાં 1.33 લાખ પશુઓને મફત સારવાર

આણંદના ફરતા પશુ દવાખાનાની સફળતા: 5 વર્ષમાં 1.33 લાખ પશુઓને મફત સારવાર

આણંદ જિલ્લામાં રાજ્ય પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત પ્રયાસથી ફરતા પશુ દવાખાનાની સેવાએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સેવાની શરૂઆત માત્ર બે એકમો સાથે થઈ હતી. તત્કાલીન કલેક્ટર દિલીપકુમાર રાણા અને નાયબ પશુ નિયામક ડૉ.સ્નેહલ પટેલે આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

પાંચ વર્ષમાં આણંદ જિલ્લામાં કુલ 7 નવા ફરતા પશુ દવાખાના કાર્યરત થયા છે. આણંદ તાલુકામાં નાપાડ અને મોગર, ઉમરેઠ તાલુકામાં પણસોરા, આંકલાવ તાલુકામાં બામણગામ, પેટલાદ તાલુકામાં પાલજ તેમજ ખંભાત તાલુકામાં રાલજ અને જીણજ ગામે આ સેવા ઉપલબ્ધ છે.

આ સમયગાળા દરમિયાન કુલ 1,33,212 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. તેમાં નિયમિત મુલાકાત દરમિયાન 1,22,305 પશુઓની સારવાર કરાઈ છે. કટોકટીના સમયે 10,907 અબોલ પશુઓને બચાવવામાં સફળતા મળી છે.

હાલમાં નાયબ પશુ પાલન નિયામક ડૉ. મેહુલ પટેલ, ડૉ. વરુણ પટેલ અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ જૈમિલ દવેના નેતૃત્વમાં આ સેવા ચાલી રહી છે. પશુપાલન વિભાગે આ સિદ્ધિની ઉજવણી કેક કાપીને કરી હતી.

Advertisement