Advertisement

આણંદના લાંભવેલમાં પ્રેમલગ્નનો કરુણ અંજામ: બે જૂથ વચ્ચે લોહિયાળ બબાલ, ઘરમાં ઘૂસીને કરાઈ તોડફોડ!

આણંદના લાંભવેલમાં પ્રેમલગ્નનો કરુણ અંજામ: બે જૂથ વચ્ચે લોહિયાળ બબાલ, ઘરમાં ઘૂસીને કરાઈ તોડફોડ!

આણંદ જિલ્લાના લાંભવેલ ગામમાં પ્રેમલગ્નને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ સર્જાતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમલગ્ન બાદ છોકરીના પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી છોકરાના ઘરે જઈ ધમકીઓ આપતાહોવાનો આક્ષેપ છે.


આજે મામલો વધુ ઉગ્ર બન્યો જ્યારે કેટલાક લોકો દ્વારા ઘરમા તોડફોડ કરવામાં આવી હતી. ઘટનામાં ટીવી, બારી-બારણા, કાચ તથા તિજોરીના કાચ સહિતનીવસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.


ઘટનાને લઈને પરિવારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ હતી, જ્યારે ગામમાં પણ ચર્ચાઓનો માહોલ બન્યો હતો. બાદમાં ન્યાયની માંગ સાથે મહિલાઓ સહિતનું ટોળું આણંદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યું અને પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો.


મહિલાઓનો આક્ષેપ છે કે પ્રેમલગ્નના મુદ્દે સતત દબાણ અને ધમકીઓઆપવામાં આવી રહી હતી અને તેમની સુરક્ષાને લઈને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.


ઘટનાની જાણ થતાં જઆણંદ રૂરલ પોલીસે મામલાને ગંભીરતાથી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનાનીતપાસ શરૂ કરી છે.


હાલ પોલીસ દ્વારાબંને પક્ષોની પૂછપરછ કરવામાં આવીરહી છે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નજર રાખવામાં આવી રહી છે.


Advertisement