Advertisement

આણંદના જૂના સેવા સદનમાં જમીન માપણી કચેરીમાં કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

આણંદના જૂના સેવા સદનમાં જમીન માપણી કચેરીમાં કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

આણંદ શહેરના જૂના સેવા સદનમાં આવેલી જમીન માપણી કચેરીમાં વર્ગ 3 કર્મચારીઓ વચ્ચે કામની વહેંચણી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. જેમાં પુરૂષ કર્મચારીએ મહિલા કર્મચારી ને અપશબ્દો બોલતા મામલો બિચકયો હતો. જો કે જમીન માપણી કચેરીના અધિકારી દોડી આવીને મામલો થાડે પાડયો હતો.


આણંદના જૂના સેવા સદનમાં આવેલી જમીન માપણી કચેરીમાં બુધવાર બપોરના 12-00 વાગ્યાના અરસામાં પુરૂષ અને મહિલા કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ટેબલો ઢગલો ફાઇલો થઇ ગઇ હોવા છતાં કામ નહીં કરવા કર્મી અન્ય કર્મી પર કામનું ભારણ નાંખી દેતા હોય છે. બુધવારે કામની વહેંચણી બાબતે પુરૂષ અને મહિલા કર્મી વચ્ચે બોલાચાલી થવા પામી હતી. સતત 15 મિનિટ સુધી બંને કર્મચારી રસ્તા લડતાં હોય તેમ ઓફિસ ગજવી દીધી હતી. પુરૂષ કર્મચારી દ્વારા મહિલા ગમે તેમ અપશબ્દો બોલતા મામલો ગરમાયો હતો.જેને લઇને આખરે કચેરીના અધિકારી દોડી આવીને બંને શાંત રહેવા જણાવ્યું હતું. તેમ છતાં બોલાચાલી ચાલુ રહેતા આખરે અધિકારીએ બંનેને બોલાવીને પાઠ ભણાવ્યાં હોવાનું જણવા મળેલ છે.

Advertisement