Advertisement

આજનું દૈનિક રાશિફળ: 12 રાશિઓ માટે શુભ-અશુભ સંકેતો

આજનું દૈનિક રાશિફળ: 12 રાશિઓ માટે શુભ-અશુભ સંકેતો

મેષ

દિવસ મધ્યમ ફળદાયી રહે કામ પર ધ્યાન કેન્દ્રિત કરજો, બેદરકારીના કારણે કામ બગડી શકે છે. સંતાન પક્ષ તરફથી ખુશી મળશે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રહેશે. મનોરંજન અને પ્રેમ-પ્રસંગ પાછળ ધન ખર્ચ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે.


વૃષભ

દિવસ સારો રહશે કામ કાજ માં પ્રશંસા મળે પરંતુ આજે ક્રોધ પર નિયંત્રણ રાખજો, આત્મવિશ્વાસ સાથે કામ કરજો. વિવાદથી દૂર રહેજો અને વ્યાવહારિકતાથી કામ કરજો


મિથુન

આજે કામનું દબાણ રહેશે, પણ કામમાં સફળતા મળશે. મહેનત અનુસાર લાભ મળશે, ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. ગુપ્ત શત્રુ તમારા પર ઈર્ષ્યા કરશે અને વાણી પર સંયમ જાળવજો.


કર્ક

આજે ધન પ્રાપ્તિનો યોગ છે, ઉધારથી બચજો. પાડોશીઓની મદદ મળી શકે છે અને ધાર્મિક તેમજ સામાજિક કાર્યો સંબંધિત તક મળશે.દિવસ એકંદરે સારો રહશે


સિંહ

આજે દરેક કાર્યમાં સફળતા મળશે, જૂની સમસ્યાનો અંત આવશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે અને પારિવારિક જીવનમાં આનંદ મળશે. વેપારમાં લાભ થશે, ઉત્સાહ પર નિયંત્રણ રાખજો.


કન્યા

આજે ઉતાવળમાં કામ કરશો નહીં, કાર્યમાં અડચણ જોવા મળી શકે છે. યાત્રાનો હેતુ અપૂર્ણ રહેશે અને વધુ ખર્ચા થઈ શકે છે. આજે મોડી ઊંઘ આવશે અને મનમાં અશાંતિ રહેશે.


તુલા

આજે પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. પારિવારિક જીવનમાં આનંદ મળશે અને આર્થિક પક્ષ સારો રહેશે. રોકાણમાં લાભ પ્રાપ્ત કરી શકો છો.


વૃશ્ચિક

આજે સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો, સન્માનમાં વધારો થશે. કાર્યોમાં રુચિ રહેશે અને નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. સુખના સાધનો પર ખર્ચા થશે


ધન

આજે ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે, વિરોધીઓ હારશે અને યાત્રામાં લાભ થશે. મહેનત કરતા વધારે સફળતા મળશે. પારિવારિક જીવનમાં ખુશી મળશે


મકર

આજે બુદ્ધિ તેજ રહેશે અને ગંભીરતાથી નિર્ણય લેજો, કાર્ય માં સફળતા મળે વાહન ધીરે ચલાવજો ,યાત્રા ના યોગ બની સોએ છે . આજે ભોજનમાં ધ્યાન રાખજો અને જોખમી રોકાણથી બચજો


કુંભ

પ્રિય વ્યક્તિનો સાથ મળશે, ઘર માટે ખરીદી કરી શકો છો. આજે નવા કામની શરૂઆત કરી શકો છો નવા પ્રોજેક્ટ પર કામ કરસો


મીન

આજે આનંદનો દિવસ છે, અચાનક શુભ સમાચાર મળી શકે છે. વેપારમાં લાભ થશે. વિરોધીઓ શાંત રહેશે અને ફસાયેલા પૈસા પરત મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.

Advertisement