આગામી ત્રણ મહિનામાં આણંદના 30 હજારથી વધુ ઘરોને મળશે ગટર કનેકશન: ડેપ્યુટી કમિશ્નર
આણંદ મનપા દ્વારા શહેરમાં બાકી રહેલા વિસ્તારમાં ગટર લાઇનનું કામ વહેલી તકે પૂર્ણ કરીને આગામી બે થી ત્રણ માસમાં પેન્ડીંગ પડેલા 30 હજારથી વધુ ઘરોમાં ગટર કનેકશન આપવામાં આવશે. હાલમાં એસટીપી પ્લાન્ટ સાથે ગટર લાઇન જોડાણ બાકી રહેલી કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. તેમ મનપાના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપા દ્વારા બાકરોલ ખાતે આવેલા એસટીપી પ્લાન્ટ સાથે નવી નાંખવામાં આવેલી ગટર લાઇનનું જોડાણ ટુંક સમય આપવામાં આવશે. તેમજ શહેરના છેવાડા વિસ્તાર સહિત 80 ફૂટ રોડ અને રાજપથ માર્ગ સોસાયટીઓ ગટર કનેકશન લાઇનનું કામ પૂર્ણ થઇ ગયું છે.તેવી ગટર લાઇનનો એસટીપી સાથે જોડીને આગામી દિવસો છેલ્લા 1 વર્ષથી પેન્ડીંગ પડી રહેલા 30 હજારથી વધુ ગટર કનેકશન આપવામાં આવશે. તેમ મનપા આધારાભૂત સૂત્રોએ જણાવ્યું છે. સાથે સાથે મનપા જોડાયેલા ચાર ગામોમાં નવી ગટર લાઇન નાંખવા માટે આગામી દિવસોમાં સર્વે કરીને મંજૂરી માટે મુકવામાં આવશે.
તબક્કાવાર 60 હજાર પરિવારોને ખાળકુવાથી મુકિત મળશે
આણંદ શહેરના 40 ટકા વિસ્તારમાં ગટર જોડાણ અભાવ હોવાથી 60 વધુ મકાનો આજે પણ ખાળકુવા પર નિર્ભર રહે છે. જેના કારણે વારંવાર ખાળકુવા ભરાઇ જતાં વારંવાર ખાલી કરવા માટે વર્ષે 5 હજાર ખોટો ખર્ચ કરવાનો વખત આવતો હતો. જો કે ગટર યોજનાના કામ સત્વરે પૂર્ણ કરીને તાત્કાલિક ગટર જોડાણ આપવામાં આવે તો શહેરની મધ્યમમાં આવેલા વિદ્યાનગર રોડ, 80 ફૂટ રોડ, રાજપથ માર્ગ, બાકરોલ રોડ સહિત પૂર્વ વિસ્તારના આવેલા 60 હજારથી વધુ પરિવારોને ખાળકુમાંમથી મુકિત મળશે.તેમજ શહેરમાં ખાળકુવા ઉભરાતાં જે તે સોસાયટીઓ ફેલાતી ગંદકીમાં નગરજનોને મુકિત મળશે. તેને ધ્યાને લઇને આણંદ મનપા દ્વારા નવા વર્ષમાં ગટર લાઇનને પ્રાધાન્ય આપવામાં આવનાર છે. તેનું કામ ઝડપથી પૂર્ણ કરીને નવા ગટર કનેકશન આપવામાં આવશે.