Advertisement

આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ: આણંદનો નિલેશ પુરોહિત વિદેશ ભાગે તે પહેલા જ ઝડપાયો

આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ: આણંદનો નિલેશ પુરોહિત વિદેશ ભાગે તે પહેલા જ ઝડપાયો

ગુજરાત, ભારત કે વિશ્વના કોઈપણ દેશના નાગરિકને ફોન કરીને અલગ અલગ લાલચભરી સ્કીમો બતાવીને છેતરપિંડીનું નેટવર્ક ચાઈનીઝ ટોળકીઓ દ્વારા વિશ્વના નાના-નાના દેશોમાંથી ચલાવવામાં આવે છે. આવા ચાઈનીઝ સાયબર સ્કેમ માટે ભારતથી 500થી વધુ યુવાનોને નોકરી આપવાના બહાને 11 દેશોના યુવાનેને મોકલી ચૂકેલો નિલેશ પુરોહિત નામનો સુત્રધાર ઝડપાયો છે. ગુજરાત સાયબર એક્સલન્સની ટીમે મુળ આણંદના નિલેશ પુરોહિતને મલેશિયા નાસી છૂટે તે પહેલાં પકડી પાડ્યો છે. પોતાની ઓળખ છૂપી રહે તે માટે ઘોસ્ટ નામથી કામ કરતો હતો. નિલેશ ઉર્ફે નિલ પુરોહિતની અંડરમાં 30થી વધુ પાકિસ્તાની સહિત 126 સબ એજન્ટો કાર્યરત હતા. 

4 હજાર ભારતીયોને છેલ્લા 3 વર્ષમાં પરત લવાયા

ચાઈનીઝ સાયબર માફિયાઓ દ્વારા ભારત સહિત વિશ્વના દેશોમાં લોકોને કોલ કે મેસેજ કરીને અબજો રૂપિયાની સાયબર છેતરપિંડી કરવામાં આવે છે. ચાઈનીઝ માફિયાઓ આ કૌભાંડ મ્યાનમાર અને કમ્બોડિયાથી ચલાવતા હોય છે. નોકરીના બહાને લઈ જાવ્ય પછી સાયબર સ્લેવરી કૌભાંડમાં ફસાયેલા 4 હજાર ભારતીયોને છેલ્લા 3 વર્ષમાં પરત લવાયેલા લોકોની પૂછપરછમાં નિલ પુરોહિત નામના એજન્ટ થકી નોકરીના બહાને ગયા હોવાનું 500થી વધુ ભારતીયોએ જણાવ્યું હતું.

નિર્દોષ નાગરિકોને છેતરવાના સાયબર કૌભાંડમાં ફસાવ્યા

વિદેશમાં ઊંચા પગારે ડેટા એન્ટ્રીની નોકરી અપાવવાના બહાને ભારત, શ્રીલંકા, ફિલિપાઈન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરિયાસ ઈજિપ્ત, કેમેરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા 11થી વધુ દેશોના યુવાનોને દુબઈ થઈને મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડમાં નોકરીના બહાને મોકલી સાયબર સ્લેવરી એટલેકે નિર્દોષ નાગરિકોને છેતરવાના સાયબર કૌભાંડના ફોન કે વીડિયો કરવાના કામમાં જોતરી દેવાયાં હતા. 

11 દેશોમાં 126થી વધુ સબ એજન્ટો સાથે સંપર્ક  ધરાવતો હતો

ગાંધીનગર CID ક્રાઈમ અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે કરેલી તપાસમાં એવી વિગતો ખુલી હીત કે મુળ આણંદનો નિલેશ ઉર્ફે નીલ નરપતસિંહ પુરોહિત આયોજનબદ્ધ રીતે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સાયબર સ્વેલરી નેટવર્કનું સંચાલન કરતો સુત્રધાર છે. 30 પાકિસ્તાની સહિત વિશ્વના 11 દેશોમાં 126થી વધુ સબ એજન્ટો સાથે સંપર્ક ધરાવતો નિલેષ 100થી વધુ ચાઈનીઝ વિદેશી કૌભાંડ કંપનીઓના સંપર્કમાં હતો. નોકરીના બહાને યુવાનોને વિદેશ મોકલી આપીને સાયબર ફ્રોડ કેમ્પોમાં માણસો સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો. નિલેશ અને તેની ટોળકીએ અત્યારસુધીમાં હજારથી વધુ લોકોને સાયબર સ્લેવરી માટે વિદેશ મોકલવાની ડીલ કરી હતી. આ માટે તેણે દુબઈ, લાઓસ, થાઈલેન્ડ, મ્યાનમાર અને ઈરાનની ટૂર પણ કરી હતી.  વિદેશમાં ધ ઘોસ્ટ નામથી તે કામ કરતો હતો.

નોકરીના બહાને થાઈલેન્ડ મોકલ્યા બાદ મ્યાનમારમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવાતી

નોકરીના બહાને ભારત સહિતના દેશોમાં વિદેશ મોકલવામાં આવતા યુવાનોને પ્લેનની ટિકિટ અને હોટલમાં એક-બે દિવસ રોકાવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. થાઈલેન્ડથી મ્યાનમારમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવા માટે નિલેશ અને તેના સાહરીતો પાસે ડ્રાઈવરોની અલાયતી ટીમ પણ હતી. ગેરકાયદેસર ઘુસણખોરી કરાવવા માટેનું સ્થાનિક કક્ષાનું આયોજનબદ્ધ નેટવર્ક હતું.  

Advertisement