આંકલાવ તાલુકા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સંબંધિત ફોર્મ નંબર 7 મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા આ પ્રદર્શન યોજીને ફોર્મ નંબર 7ના દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે ફોર્મ નંબર 7ના માધ્યમથી મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી છે, જે લોકશાહીના મૂળભૂત અધિકારો પર ઘાત સમાન છે. આ મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ પણ રજૂ કરવામાં આવી હતી.
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ નારાબાજી કરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળ પણ આંદોલન તીવ્ર કરવામાં આવશે.
અત્રે, કોંગ્રેસ આગેવાનોનો આવેદન છે કે ખોટી વિગતો દ્વારા ફોર્મ 7 ના વાંધા મુકનાર સામે FIR કરી જેલ સુધી કાર્યવાહી થવી જોઈએ. તેમજ, તેમણે ફોર્મ 7 ના નામે કરવામાં આવતી ગેરરીતિ બંધ કરવાની અને ભાજપ અને ચૂંટણી પંચની સંભવિત મળભાગતથી લોકતંત્રને રક્ષા કરવાની પણ માંગ કરી છે.
આ વિરોધ પ્રદર્શનને કારણે થોડો સમય વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો, જોકે સ્થળ પર હાજર પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.