Advertisement

અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ બાદ ખંડણીની માગણી

અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ બાદ ખંડણીની માગણી

વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં જઇ તોડફોડ કરી 50 હજારની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે આરોપી સામે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ખોડિયાર નગર વિસ્તારમાં શરણમ હેપ્પી હોમ્સમાં રહેતા ટ્રાન્સપોર્ટર ચેનત હંસરાજભાઇ પ્રજાપતિએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 15મી ડિસેમ્બરે હું અમિત નગર પાસે ક્રિષ્ણાવેલી કોમ્પલેક્સમાં આવેલી મારી ઓફિસે ગયો હતો અને રાતે સાડા આઠ વાગ્યે હું ઘરે પરત આવ્યો હતો. રાત્રે 11 વાગ્યે મને ઓફિસમાં કામ કરતા રાજુભાઇ ખરાદીએ ફોન કરીને જણાવ્યું હતું કે, અશ્વિનભાઇ નટવરલાલ ઠક્કર (રહે. ક્રિષ્ણાવેલી કોમ્પલેક્સ) તથા મહેન્દ્રસિંગ પ્રહલ્લાદસિંગ રાઠોડ (રહે.ઉર્મિ સ્કૂલની સામે, સમા) આપણી ઓફિસ પર આવીને બોલાચાલી કરી નુકસાન કર્યું છે. જેથી, હું ઘરેથી ઓફિસ પર આવ્યો હતો. રાજુભાઇ ખરાદીએ જણાવ્યું હતું કે, અશ્વિનભાઇ તથા મહેન્દ્રસિંગે તોડફોડ કરી છે. રાત્રે એક વાગ્યે બંને ફરીથી મારી ઓફિસમાં આવ્યા હતા અને મારી સાથે ઝપાઝપી કરી માર મારી કહ્યું હતું કે, અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર આપવા પડશે. રૂપિયા નહીં આપે તો કાલથી દુકાન ચાલુ કરવા દઇશ નહીં.

Advertisement