આણંદ શહેરના પાયોનિયર ચોકડી થી ગોપાલ ચાર રસ્તા સુધીના માર્ગ પર આરસીસી રોડ બનાવાઈ રહ્યો છે. ત્યારે વેન્ડરો ચોકડી પાસે આવેલા અહિંસા ચોકમાં ઉભો કરાયેલા સ્તંભ ચાલકો માટે નડતરરૂપ હોવાથી તોડી પાડી માર્ગ ખુલ્લો કરાયો છે.
આણંદ શહેરમાં પાયોનિયર ચોકડી થી ગોપાલ ચાર રસ્તા સુધીના માર્ગ પર આરસીસી રોડની કામગીરી ચાલુ છે. પાલિકાના શાસન દરમિયાન 2 દાયકા અગાઉ અહિંસાચોક બનાવીને છ ફટ ગોળાકારમાં એક 30 ફૂટ ઉંચો સ્થંભ બનાવાયો હતો. જે વાહનચાલકો માટે નડતર રૂપ હતો. ખાસ કરીને એસટીબસ પસાર થાય ત્યારે ટર્ન મારવામાં મુશ્કેલીઓ પડતી હતી.
સામેથી આવતુ વાહન ન દેખાતા ક્યારેક અકસ્માત થવાનો ભય સત્તાવી રહ્યો હતો. જે બાબતે પાલિકાના શાસન દરમિયાન અનેક ફરિયાદો મળી હતી. જેના કારણે ચાલકોને હાલાકી વેઠવી પડતી હતી. જો કે રોડ સેફટીની મિટીંગમાં આ સ્થંભબાબતે રજૂઆત થઇ હતી. જેને ધ્યાને લઇને મનપા કમિશ્નરે વાહનચાલકો સેફટીને ધ્યાને લઇને સ્થંભહટાવવાની સુચના આપી હતી. જેને ધ્યાને લઇને મનપાની ટીમોએ મંગળવારે જેસીબી મશીન સાથે પહોંચી જઇને સ્થંભ તોડી પાડીને તેનો કાટમાળ હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
અહિંસા ચોક પર સ્તંભ હટાવીને હાઇમાસ્ક ટાવર ઉભો કરાશે
પાયોનિયર ચોકડી થી લક્ષ્મી ચાર રસ્તા વચ્ચે અહિંસા ચોક પરથી નડતરરૂપ સ્તંભ હટાવવામાં આવ્યો છે. જેથી રોડ ખુલ્લો થયો છે. જો કે સ્તંભની જગ્યાએ હાઇમાસ્ક ટાવર મુકીને ચાર બાજુ એલડી લાઇટો મુકીને ઉંજાશ પાથરવામાં આવશે. સ્થંભને કારણે એક બાજુ લાઇટ પડતી ન હતી.જો કે હવે ચારે બાજુ અજવાળુ જોવા મળશે.