ગત સત્તર વર્ષની જેમ તા. ૧૧-૦૨-૨૦૨૬ ના રોજ
સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા Mock
Budget Presentation Competition 2026નું આયોજન કરવામાં
આવ્યું હતું. આ સ્પર્ધામાં એમ.એ સેમેસ્ટર ૪ ના કુલ 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે પૈકી ખુશી હડીયલ, નાણામંત્રી, ભાવીન શર્મા, પ્રધાનમંત્રી, હાર્દિક પરમાર, વિરોધ પક્ષના
નેતા, જાનવી પરમાર, સ્પીકર તરીકે તેમજ ઉષા પરમાર, ઓમ તલાટી,
ધનશ્યામ પરમાર, રોનક પરમાર, રાહુલ વાઘેલા, ફાલ્ગુની તડવી અને રાજવીર રાઠોડએ સંસદ
સભ્યો તરીકે ભાગ ભજવ્યો હતો. નાણામંત્રી તરીકે બનેલ વિદ્યાર્થીનીએ બજેટ રજુ કર્યું
ત્યારબાદ શાસક પક્ષના વિવિધ સાંસદોએ વિસ્તૃત છણાવટ રજુ કરી હતી.
જેમાં સરકારની વિવિધ
યોજનાઓ, ખેડૂત માટેની
યોજનાઓ, સ્ત્રી સશક્તિકરણ,
યુવા વિકાસ વગેરે જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદોએ ભાવ
વધારો અને કરસુધારા વગેરે જેવા મુદ્દાઓ પર શાસક પક્ષનો વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓની ચર્ચાના અંતે વિભાગના પ્રોફેસર સોનલબેન ભટ્ટ તેમજ આમંત્રિત નિર્ણાયક પ્રોફેસર રાજુ રાઠોડ (પ્રોફેસર, MBA Department, સરદાર પટેલ
યુનિવર્સિટી) પ્રતિભાવ આપ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓંને પ્રોત્સાહન આપ્યું હતું.
અર્થશાસ્ત્ર વિભાગના
અધ્યક્ષ પ્રો. કિંજલ આહીર અને અન્ય ફેકલ્ટી મેમ્બર્સએ પણ હાજરી આપી વિદ્યાર્થીઓને
પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધામાં
પ્રથમ ક્રમે ખુશી હડીયલ, દ્વિતીય ક્રમે હીના રોહિત અને તૃતીય ક્રમે રોનક
ચૌહાણ વિજેતા થયા હતા. આ સ્પર્ધાનું આયોજન અને સંચાલન વિભાગના અધ્યાપકો પ્રો. સોનલ
ભટ્ટ અને ડૉ.આશિષ વસાવાએ કર્યું હતું.