Advertisement

અમરેલીમાં ભ્રષ્ટાચારનો પુલ ધરાશાયી! બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ તૂટી પડ્યો

અમરેલીમાં ભ્રષ્ટાચારનો પુલ ધરાશાયી! બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ તૂટી પડ્યો

અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.


 સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના પરા વિસ્તારમાં આવેલી લામધાર નદી પર ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવામાં આવ્યો હતો, જે સીમતળ અને ગામતળ વચ્ચેના વિસ્તારને જોડવા માટે મહત્વનો માનવામાં આવતો હતો. જોકે કામગીરી પૂર્ણ થયાના માત્ર 10 દિવસમાં જ આ પુલ ધરાશાયી થઈ જતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પુલની આસપાસ માટીકામ ચાલી રહ્યું હતું ત્યારે જ પુલ એકાએક બેસી ગયો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે પુલના નિર્માણમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાથી લાખો રૂપિયાના ખર્ચે બનેલી સુવિધા ગણતરીના દિવસોમાં જ નકામી બની ગઈ છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Advertisement