અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI)ની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં કુલ 83 બિન હથિયારી PSIની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા 18 બિન હથિયારી PSIની પણ શહેર પોલીસ કમિશનરેટમાં નિયુક્તિ આપવામાં આવી છે.


બિન હથિયારી PSI ની આંતરિક બદલી
83 PSI ની શહેરના વિવિધ પોલીસ સ્ટેશન અને શાખાઓમાં આંતરિક બદલી કરવામાં આવી છે. આ અંગેનું જાહેરનામું બહાર પાડીને કોની કયા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવામાં આવી છે, તે વિશેની વિગત આપવામાં આવી છે.


નવા PSI ને પોસ્ટિંગ
અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને અમદાવાદ શહેર ખાતે આવેલા 18 PSIને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ PSIને ક્યારથી અને કયા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું તે વિશે જાહેરનામામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જે નીચે મુજબ છે. પોલીસ દળમાં આ ફેરબદલથી કામગીરીમાં નવી ગતિશીલતા આવવાની અપેક્ષા છે.
