અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
શહેરના હૃદય સમાન અને સૌથી વ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજને આજથી તાત્કાલિક અસરથી પાંચ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવા પાછળના કારણ માટે એવુ જણાવાઈ રહ્યું છે કે, આ બ્રિજ વર્ષો જૂનો છે. જેથી તેનુ સમારકામ હાથ ધરવાનું છે.
મળતી માહિતી મુજબ, 52 વર્ષ જૂના આ બ્રિજના મધ્ય ભાગમાં ક્ષતિ (તિરાડ) સામે આવતા AMCએ સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. સત્તાવાળાઓએ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને ટ્રાફિક પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. બ્રિજની તપાસ પૂર્ણ થયા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.