Advertisement

અમદાવાદની શાળામાં 'ખતરનાક' બદલો: પાણીની બોટલમાં ડામર મિક્સ કરી મિત્રને પીવડાવ્યો, મોટી દુર્ઘટના ટળી

અમદાવાદની શાળામાં 'ખતરનાક' બદલો: પાણીની બોટલમાં ડામર મિક્સ કરી મિત્રને પીવડાવ્યો, મોટી દુર્ઘટના ટળી

અમદાવાદમાં ધોરણ-6માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું. મણિનગર વિસ્તારમાં આવેલા દુર્ગા વિદ્યાલયમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી. જે ન માત્ર વિદ્યાર્થીઓ માટે પરંતુ શાળાઓ તથા વિદ્યાર્થીના વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. 


સામાન્ય બોલાચાલી બાદ બદલો લેવા વિચિત્ર હરકત


અમદાવાદની દુર્ગા વિદ્યાલયમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હતું. આ પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી. જે બાદ શાળા સંચાલકોએ CCTV ફૂટેજ તપાસતા તેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ બોટલમાં કથિત રીતે કંઈક ભેળવતો કેદ થયો હતો. સદનસીબે બાળકને કોઈ ગંભીર શારીરિક અસર થઈ નથી, પરંતુ જો કોઈ જીવલેણ કેમિકલ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.


વાલીઓ પણ વિચારતા થયા


આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને જોતા બંને પક્ષના વાલીઓને બોલાવી કડક સૂચના અપાઈ છે અને તકેદારીના ભાગરૂપે બંને વિદ્યાર્થીઓના સેક્શન બદલી નાખવામાં આવ્યા છે. માસૂમ ગણાતી ઉંમરે બદલો લેવાની આ હિંસક માનસિકતાએ શિક્ષણ જગતની સાથે વાલીઓમાં ચિંતા જન્માવી છે. હાલ તો બાળકોની હિસાત્મક માનસીકતાનો વધારો એક કિસ્સો સામે આવતા વાલીઓ પણ વિચારતા થયા છે.

Advertisement