Advertisement

અમદાવાદના સાણંદના જાણીતા રિસોર્ટમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ: 13 પુરુષો અને 26 મહિલાઓ નશામાં પકડાયા

અમદાવાદના સાણંદના જાણીતા રિસોર્ટમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ: 13 પુરુષો અને 26 મહિલાઓ નશામાં પકડાયા

અમદાવાદના સાણંદના જાણીતા રિસોર્ટમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ: 13 પુરુષો અને 26 મહિલાઓ નશામાં પકડાયા

સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાંથી હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. સાણંદ પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલમાંથી યુવક અને યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે, 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી હોવાની માહિતી પણ મળી છે. આ દારૂની મહેફિલમાંથી 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી છે. સાણંદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાંચ સીલબંધ બોટલો પણ મળી આવી

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટ ખાતે એક બર્થ ડે પાર્ટીમાં 70થી થી 80 લોકો તથા દારૂ હોવાની બાતમી મળી હતી.

જેના આધારે સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા બે પંચોને સાથે રાખી રેડ કરવામા આવી હતી. બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં હાજર મહિલા પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતા 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલી હાલતમાં મળી આવી હતી. જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળી આવી હતી. જે કબ્જે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં દારૂની મહેફિલ

અમદાવાદમાંથી પણ એર દારૂની પાર્ટી મળી આવી હતી. શહેરના વસ્ત્રાપુરના NRI ટાવરના એ વિંગમાં કેટલાક યુવક અને યુવતીઓ દારૂ પીધા બાદ ડાન્સ કરી રહ્યા છે. મળેલી જાણકારીના આધારે વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચીને ટાવરના ત્રીજા માળે આવેલા ફ્લેટ નંબર 304 પર રેડ પાડી હતી. પોલીસ કર્મચારીઓએ ફ્લેટના દરવાજાને ધક્કો મારતાં તે તરતજ ખુલી ગયો હતો. અંદર પ્રવેશ કરતાં પોલીસે જોવા મળ્યું કે ડ્રોઈંગ રૂમમાં કેટલાક યુવક અને યુવતીઓ બેઠેલા હતા અને ટીપોઈ પર દારૂની બોટલો, વેફર્સ અને ગ્લાસ જેવી ચીજવસ્તુઓ વિખેરાયેલી હાલતમાં મળી આવી હતી.

Advertisement