Advertisement

અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તા. 06/02/2026 થી 12/02/2026 દરમિયાન વિદ્યાર્થીમિત્રો માટે હરિદ્વાર, ઋષિકેશ અને મસૂરી ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક વારસાની પ્રત્યક્ષ જાણકારી આપવાનો હતો. સમગ્ર પ્રવાસ સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. નિરંજન પટેલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાયો હતો. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્તરાખંડ રાજ્યના પવિત્ર શહેર હરિદ્વાર ખાતે પ્રસિદ્ધ હર કી પૌડી પર ગંગા આરતીનો આધ્યાત્મિક અનુભવ કર્યો. તેમજ ભારત માતા મંદિર, શાંતિકુંજ, કનખલ જેવા અન્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ ભારતની સાંસ્કૃતિક એકતાનો પરિચય મેળવ્યો. વિશેષ શાંતિકુંજમાં ભારત…

Advertisement