આણંદ: શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સોજિત્રામાં કેસીજી, કવચ કેન્દ્ર અને આઈકયુએસીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીયકક્ષાનો પરિસંવાદ 'સાઈબર રિક્સ ઍન્ડ સિક્યુરિટી ઇન ડિઝિટલ એરા'નું આયોજન કૉલેજના આચાર્ય ડૉ.બી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ અને કવચ અને IQAC ના અધ્યક્ષ અને સેમિનારના કોર્ડીંનેટર ડૉ. જિજ્ઞેશ ઠક્કરના આયોજનમાં અને પ્રો. મિસ. વૈશાલી મકવાણા ને ડૉ. જગદીશ સોલંકીના કો-કોર્ડીંનેટર દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદમાં ચીફ ગેસ્ટ આણંદ એસ.પી. શ્રી જી. જી. જસાણી સાહેબ વ્યસ્તતાને કારણે કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્ય અતિથિ તરીકે આણંદ સાઈબર ક્રાઈમ PI શ્રી ચંદ્રેશ ચૌધરી, કી નોટ સ્પીકર ડૉ. પાર્થ શાહ અને મુખ્ય વકતા તરીકે શ્રી ડૉ. આકાશ ઠક્કર અને ડૉ. હેમાંગ ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત મહેમાનોએ દીપ પ્રગટાવીને કરી હતી. કૉલેજની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરીને વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું. પરિસંવાદની ભૂમિકા વક્તાશ્રીઓનો પરિચય કોર્ડીંનેટર ડૉ. જિજ્ઞેશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યો હતો. મહેમાનોને આવકાર અને પ્રસંગોચિત સંબોધન આચાર્યશ્રી ડૉ. બી.ડી. પરમારે કર્યું હતું.
તેમણે સાઈબર રિક્સએ આજના સમયનું દુષણ છે. એનાથી જાગૃત થવાની જરૂરિયાત છે. અને આ અંગે પરિસંવાદ થઈ રહ્યો છે એનો આનંદ વ્યક્ત કર્યો હતો. મુખ્ય અતિથિ સાઈબર ક્રાઈમ PI શ્રી ચંદ્રેશ ચૌધરીએ સાઈબર ક્રાઈમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એમણે સાઈબર ક્રાઈમના આધુનિક ફોર્ડના દ્રષ્ટાંત આપીને એમાંથી બચવા અંગેના વિચારો વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યાં હતા. સેન્ટ્રલ યુનિ. ગુજરાતના કી નોટ સ્પીકર ડૉ. પાર્થ શાહએ સાઈબર ફોર્ડ કેવી રીતે થાય છે. અને વિદ્યાર્થીએ એના માટે શું કરી શકાય એ અંગે PPT દ્વારા ઉદાહરણ આપીને સમજાવ્યું હતું.
પ્રથમ બેઠકના મુખ્ય વકતા શ્રી ડૉ. આકાશ ઠક્કરે અવેરનેસ ફોર સાઈબર રિક્સ સ્ટુડન્ટ અંગે વિદ્યાર્થીને PPT અને વીડિયો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. અને સાઈબર ફોર્ડથી બચવા માટે શું ન કરવું જોઈએ એ અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. બીજા વક્તા ડૉ. હેમાંગ ઠાકરે સાઈબર ક્રાઈમમાં AI ની ભૂમિકા અંગે વાત કરી હતી. બીજી બેઠકમાં 85 પાર્ટીશીપેન્ટે 52 પોસ્ટર પ્રઝન્ટેશ કર્યું હતું. એમાં જજ કઠલાલ કૉલેજના પ્રો. ડૉ. જિમ્મી પ્રજાપતિ અને દહેજ કૉલેજના પ્રા. મિસ. શિલ્પા રાણપુરાએ ભૂમિકા અદા કરી હતી. ત્રીજી બેઠકમાં ઓનલાઈન અને ઓફલાઈન પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર કૉલેજના પ્રો.પ્રકાશ અન્સારી, બરવાળા કૉલેજના ડૉ. પ્રેગ્નેશ દલવાડી, આણંદ કોમર્સ કૉલેજના પ્રો. ડૉ. અમિતા પરમાર અને વડોદરા કોલેજના ડૉ. મહેશ ચૌહાણે ચેરપર્સન તરીકે કાર્ય કર્યું હતું. સેમિનારની અંતિમ સમાપન બેઠકમાં પ્રમાણપત્ર વિતરણ અને પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમમાં ડૉ. જગદીશ સોલંકી, પ્રો. મિસ. વૈશાલી મકવાણા, ડૉ. ઇન્દુબાળા ગઢવી, ડૉ. વર્ષા રોહિત, ડૉ. રજનીકાંત ભોઈ, ડૉ. પ્રતીક શાહે વિવિધ બેઠકનું સંચાલન કર્યું હતું. મહેમાનો પરિચય પ્રો. ગીરીશભાઈ રોહિત અને ડૉ. સોનલ સોલંકીએ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડૉ. જિજ્ઞેશ ઠક્કરે કરી હતી. આ પરિસંવાદમાં ગુજરાતભરમાંથી 290 કરતાં પણ વધુ અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલરે ભાગ લીધો હતો. આમ, આજનો રાષ્ટ્રીય પરિસંવાદ સાચા અર્થમાં સાઈબર જાગૃતિ અને એના જ્ઞાન સંવર્ધનનો બની રહ્યો હતો.