Advertisement

PM મોદીએ મંત્રીઓને સોંપી આ નવી જવાબદારી, ભાજપ કાર્યાલયમાં કરવુ પડશે કામ

PM મોદીએ મંત્રીઓને સોંપી આ નવી જવાબદારી, ભાજપ કાર્યાલયમાં કરવુ પડશે કામ

PM મોદીએ મંત્રીઓને સોંપી આ નવી જવાબદારી, ભાજપ કાર્યાલયમાં કરવુ પડશે કામ

પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓને એક નવી જવાબદારી સોંપી છે. તેમના કેબિનેટ મંત્રીઓ હવે દિલ્હીના ભાજપ કાર્યાલયમાં કામ કરશે. આ નવી પહેલ કરતી વખતે પીએમ મોદીએ મંત્રીઓને આદેશ આપ્યો હતો કે સરકારના રાજ્યમંત્રીઓ હવે અઠવાડિયામાં 6 દિવસ સવારથી સાંજ કાર્યાલયમાં બેસશે. સોમવારથી શનિવાર દરરોજ 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાજ્યમંત્રીઓની મુખ્ય કાર્યાલયમાં ડ્યૂટી લગાવવામાં આવશે. બધા કેન્દ્રીય રાજ્યમંત્રી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરશે. સંગઠન અને સરકાર વચ્ચેના તાલમેલ અને ભાજપના કાર્યકર્તાઓની સુનાવણીની જવાબદારી પણ રાજ્યમંત્રીઓ પર હશે.  

મંત્રીઓ 4 જૂલાઈ સુધી ફરજ પર 

આજે 28 જૂને મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરની ડ્યુટી રહેશે. 30 જૂને સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ, 1 જુલાઈએ માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા, 2 જુલાઈએ આદિવાસી બાબતોના રાજ્યમંત્રી દુર્ગા દાસ ઉઈકે, 3 જુલાઈએ માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગન, 3 જુલાઈએ સહકારી રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર ભાજપ મુખ્યાલયમાં ફરજ બજાવશે.

પીએમ મોદી પાંચ દિવસની યાત્રા પર 

પ્રધાનમંત્રી મોદી 2 જુલાઈના રોજ 5 દેશો ઘાના, બ્રાઝિલ, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના અને નામિબિયાની મુલાકાત લેશે. તેમનો પ્રવાસ 9 જુલાઈના રોજ સમાપ્ત થશે. તેઓ 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે રહેશે. તેઓ 3-4 જુલાઈના રોજ ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લેશે.

Advertisement