LRD પરીક્ષા માટે 12400 ઉમેદવારો માટે 36 બિલ્ડિંગમાં સેન્ટરો તૈયાર
આગામી 15મીએ આણંદ જિલ્લામાં એલઆરડીની પરીક્ષા યોજાનાર છે.ત્યારે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષા લક્ષી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.જો કે આણંદ જિલ્લામાં 36 બિલ્ડીંગમાં 12400 ઉમદેવારો પરીક્ષા આપશે. જેની તૈયારીના ભાગરૂપે નડિયાત એસ ટી ડેપો ડીવીઝન દ્વારા આણંદ ખેડા જિલ્લાના એસટી ડેપોમાંથી સુરત, ભાવનગર, રાજકોટ 8 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી 15મી સવારે 9.30 થી બપોરે 12.30 સુધી લેખિત પરીક્ષા યોજાનાર છે. ત્યારે વિદ્યાર્થીઓ હાલાકીઓનો સામનો ન કરવો પડે તે માટે એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.જો કે બુધવારે એડવાન્સ ઓનલાઇન ટીકીટ બુકીંગની સુવિધા શરૂ કરી જેમાં ટ્રાફિક મળતાં આણંદ ખેડા જિલ્લામાંથી સૌથી વધુ એકસ્ટ્રા બસો દોડાવવામાં આયોજન કર્યુ છે.
આ અંગે એસટીબસ સૂત્રોએ જણાવ્યુ હતું કે આગામી 14મીએ નડિયાદ અને આણંદ ડેપોમાં ચાર ચાર એકસ્ટ્રા બસો સુરત ભાવનગર, સાબરકાંઠા સહિત અન્ય જિલ્લામાંથી આગામી 14મીએ દોડાવવાનો નિર્ણય કર્યો છે.જેના પગલે ઉમેદવારો અગાઉ પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તેવું આયોજન કર્યું છે.જો કે પરીક્ષા પૂર્ણ થતાની સાથે વધુ ટ્રાફિક મળશે તો તમામ એસટી ડેપોના કર્મચારીઓને એલર્ટ રહેવા અત્યારથી આદેશ કર્યો છે.