DNA ટેસ્ટિંગમાં આટલો સમય કેમ? તંત્ર શું કરી રહ્યું છે? લોકોના મનમાં ચાલી રહેલા આ સવાલના ચોક્કસ જવાબ જાણો
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ભયાનક વિમાન દુર્ઘટના બાદ મોટા ભાગના મૃતદેહો આટલા હદે બળીને ખાખ થઇ ગયા કે ઓળખ શક્ય નથી. તબીબોની ટીમ દ્વારા DNA ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં લોકો સતત કેટલાક સવાલ પૂછી રહ્યા છે કે DNA ચકાસણીથી ઓળખ કેટલી ઝડપથી થશે? આ પ્રક્રિયામાં શા માટે મોડું થઈ રહ્યું છે? DNA ટેસ્ટિંગ પ્રક્રિયા કેમ જરૂરી છે? કેટલો સમય લાગે છે? તંત્ર શું કામે છે?
ત્યારે FSLC ગુજરાતના ડિરેક્ટર એચ.પી સંઘવીએ આ સવાલોના જવાબ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, વિમાન દુર્ઘટનામાં મૃતદેહો એટલી હદે બળી ગયા કે સામાન્ય ઓળખ (ચહેરો, કપડાં વગેરે) અશક્ય બની ગઈ છે. આ સંજોગોમાં એકમાત્ર આધારભૂત પદ્ધતિ છે, ડીએનએ ચકાસણી.
તેમણે જણાવ્યું કે, “દુર્ઘટનામાં ખૂબ ઊંચા તાપમાને જ્વાળાઓ ફાટી નીકળી હતી, જેના કારણે શરીરના આંતરિક તંતુઓ પણ દાઝી ગયા છે. આવા સમયમાં DNA મેળવવો એક અત્યંત જટીલ અને તકનીકી રીતે સંવેદનશીલ કાર્ય છે.