BSFના એડિશનલ ડાયરેક્ટર જનરલ શમશેર સિંઘની ગુજરાત કેડરમાં ઘરવાપસી
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આઈપીએસ અધિકારીઓને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીમા સુરક્ષા દળ (BSF) માં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહેલા શમશેર સિંઘને તેમના પેરેન્ટ કેડર એટલે કે ગુજરાત કેડરમાં પરત મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ સક્ષમ સત્તાધિકારીએ શમશેર સિંઘના 'પ્રિમેચ્યોર રિપેટ્રિએશન' (વધારે સમય બાકી હોવા છતાં વતન કેડરમાં પરત મોકલવા) ને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે.
આ આદેશની નકલ ગુજરાતના મુખ્ય સચિવ અને ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને પણ જાણ અર્થે મોકલી આપવામાં આવી છે. હવે તેઓ ટૂંક સમયમાં ગુજરાત પોલીસ દળમાં ફરીથી પોતાની સેવાઓ આપતા જોવા મળશે.