AMCની મસ્ટર ઓફીસ બની જુગારધામનો અડ્ડો!
અમદાવાદ AMCની શાહપુર મસ્ટર ઓફિસને ઓફિસના કર્મચારીઓએ જુગારધામ બનાવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ મસ્ટર ઓફિસમાં ઓફિસના ટાઇમમાંજ કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ઓફિસના સમયગાળામાં ઓફિસની અંદર જ જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો દરીયાપુર વોર્ડના કાઉન્સિલર સમીરા શેખ માર્ટીને વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઇ શકાયું હતું કે કર્મચારીઓ પોતાનું કામ બાજુ પર રાખીને શાંતિથી બેસીને જુગાર રમી રહ્યા હતા.
પોતાના કામ માટે કોર્પોરેટર સમીરા શેખે વારંવાર ફોન કર્યા પણ નો રિપ્લાય આવતા તેમણે જાતે તપાસ કરી હતી, જે દરમ્યાન કર્મચારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા... જે ઓફિસમાં તેઓ જુગાર રમતા હતા, તેનો દરવાજો ખોલતા જ તેમના ચહેરાના રંગ ઉડી ગયા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે, અને તેમના સામે ખાતાકીય તપાસ હાથ ધરવાની કવાયત શરૂ કરાઇ છે.