Advertisement

4 મહિના પછી પણ કમિશન બાકી: બોરસદના દુકાનદારો વિતરણ માટે હડતાળની ચીમકી

4 મહિના પછી પણ કમિશન બાકી: બોરસદના દુકાનદારો વિતરણ માટે હડતાળની ચીમકી

4 મહિના પછી પણ કમિશન બાકી: બોરસદના દુકાનદારો વિતરણ માટે હડતાળની ચીમકી

બોરસદ તાલુકાના સસ્તા અનાજ દુકાનદારોને એપ્રિલ 2025થી અત્યાર સુધી વિતરણ કરેલ અનાજ જથ્થાનું કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કમિશન ચુકવવામાં આવ્યું નથી. જેને લઇને દુકાનદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આગળ 4 માસમાં કમિશન મળ્યું નથી. જે કમિશન નહીં મળે ત્યાં સુધી સસ્તા અનાજના તમામ દુકાનદારો ઓગષ્ટના તહેવાર માસ માટે વિતરણ કરવામાં અનાજ,ખાંડ સહિત માલ ચલણ નહીં ભરવાનો નિર્ણય લીધો છે. તાત્કાલિક કમિશન નહીં ચૂકવાય તો આગામી દિવસોમાં હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે.

બોરસદ તાલુકાના સસ્તાના અનાજ દુકાનદારો છેલ્લા કેટલાંક સમયથી ઘંઉ અને ચોખ્ખા સહિત વિતરણ કર્યું છે.પરંતુ ગત વર્ષે એપ્રિલ 2025 થી અનાજ વિતરણનું કમિશન મળ્યું નથી.જેના કારણે દુકાનદારો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કેટલાંક દુકાનદારો સામાન્ય મધ્મય પરિવારને છે. તેમને નવો જથ્થો ખરીદવા માટે વ્યાજે નાણાં લેવો પડે તેવો વખત આવ્યો છે.ત્યારે ઓગષ્ટ માસનું અનાજ મેળવવા માટે આગામી 28મી જુલાઇ સુધી ચલણ ભરી દેવા જણાવ્યું છે.જેને લઇને હવે નાણાં કયાંથી લાવવા તે પ્રશ્ન થઇ પડયો છે.

બોરસદ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોશિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને કમિશન મળ્યું નથી જેથી નવા ચલણ ભરી શકે તેવી સ્થિતી નથી. જેથી ઓગષ્ટ માસના અનાજની ખરીદીમાં કમિશન કાપીને બાકીના નાણાં ભરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી હતી. તેમ છતાં કમિશન અંગે કોઇ નિર્ણય નહીં લેવાયતો હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement