15 ઓગસ્ટથી શરૂ થશે ઐતિહાસિક પહેલ: નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
દેશભરના લાખો વાહન ચાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 15 ઓગસ્ટ, 2025થી શરૂ થનારી એક ઐતિહાસિક પહેલની જાહેરાત કરી છે.
3 હજારમાં FASTagનો વાર્ષિક પાસ શરૂ થશે
આ યોજના હેઠળ, માત્ર 3,000 રૂપિયામાં FASTagનો વાર્ષિક પાસ ઉપલબ્ધ થશે, જે એક વર્ષ અથવા 200 યાત્રા માટે માન્ય હશે. આ સુવિધા કાર, જીપ જેવા બિન-વ્યાપારી વાહનો માટે લાગુ પડશે, જેનો હેતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીને વધુ સરળ બનાવવાનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને મંત્રાલયની વેબસાઈટ્સ પર આ પાસ ઉપલબ્ધ હશે, જેનાથી ચાલકોને ટોલ બૂથ પર રોકાયા વિના ઝડપી અને સીમલેસ મુસાફરીનો અનુભવ મળશે. આ પગલું ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ મોબિલિટીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ ગણાય છે.