Advertisement

૧૦ વર્ષથી વધુના બાળકો માટે પોતાનું એકાઉન્ટ ચલાવવી હવે કાયદેસર

૧૦ વર્ષથી વધુના બાળકો માટે પોતાનું એકાઉન્ટ ચલાવવી હવે કાયદેસર

૧૦ વર્ષથી વધુના બાળકો માટે પોતાનું એકાઉન્ટ ચલાવવી હવે કાયદેસર

હવે ૧૦ વર્ષથી વધુ ઉંમરના બાળકો તેમના બેંક ખાતા સ્વતંત્ર રીતે ચલાવી શકશે, સેન્ટ્રલ રિઝર્વ બેંકે આ અંગે બેંકોને સૂચના આપી છે. આરબીઆઇએ કહ્યુ કે ૧૦ વર્ષથી વધુ ઉંમરના સગીરોને સ્વતંત્ર રીતે સેવિંગ્સ/ફિકસ્ડ ડિપોઝિટ ખાતા ખોલવા અને ચલાવવાની છૂટ છે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી માત્ર માતા-પિતા જ સગીરનું એકાઉન્ટ ઓપરેટ કરતા હતા.

કોઇપણ વયના સગીરોને તેમના કુદરતી અથવા કાનૂની વાલી દ્વારા બચત અને ફિકસ ડિપોઝિટ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપવામાં આવી શકે છે, આરબીઆઇએ વ્યાપારી બેંકો અને સહકારી બેંકોને જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું. તેમને તેમની માતાને વાલી તરીકે રાખીને આવા ખાતા ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી શકે છે.પરિપત્ર અનુસાર, બેંકો તેમની જોખમ વ્યવસ્થાપન નીતિને ધ્યાનમાં રાખીને રકમ અને શરતો નક્કી કરી શકે છે. આ અંગે જે પણ નિયમો અને શરતો નક્કી કરવામાં આવે છે, તે અંગે ખાતાધારકને જાણ કરવામાં આવશે.

પરિપત્રમાં જણાવાયું છે કે બેંકો તેમની જોખમ વ્યવસ્થાપન નીતિ, ઉત્પાદન અને ગ્રાહકોના આધારે સગીર ખાતાધારકોને ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડસ,ચેકબુકની સુવિધા વગેરે જેવી વધારાની સુવિધાઓ પ્રદાન કરવા માટે સ્વતંત્ર છે. બેંકોએ સુનિશ્ચિત કરવું પડશે કે સગીરોના ખાતાઓ, ભલે તે સ્વતંત્ર રીતે સંચાલિત હોય કે વાલી દ્વારા, ઓવરડ્રો ન થાય અને હંમેશા ભંડોળ પુરું પાડવામાં આવે. આરબીઆઇએ જણાવ્યું હતું કે આ ઉપરાંત, બેંકો સગીરોના ડિપોઝિટખાતાઓ ખોલવા અને ગ્રાહકની યોગ્ય કાળજી રાખશે અને ચાલુ રાખશે. આરબીઆઇએ બેંકોને ૧ જુલાઇ, ૨૦૨૬ સુધીમાં સુધારેલી માર્ગદર્શિકા અનુસાર નવી નીતિઓ બનાવવા અથવા વર્તમાન નીતિઓમાં સુધારો કરવા જણાવ્યું છે.

Advertisement