Advertisement

સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સોમવારે ભક્તોની ભીડ ઉમટી

સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સોમવારે ભક્તોની ભીડ ઉમટી

સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સોમવારે ભક્તોની ભીડ ઉમટી

શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જામી છે. શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો છે. સોમનાથના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ છે. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખોલી દેવાયા છે. જેમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોની લાંબી કતારો લાગી છે.

 દૂર-દૂરથી શિવભક્તો સોમનાથના દર્શને આવ્યા

ગીર સોમનાથમાં શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો છે. વહેલી સવાર ચાર વાગ્યાથી સોમનાથ મહાદેવના દ્વાર શિવભક્તો માટે ખોલી દેવાયા છે. શિવ ભક્તો હર હર મહાદેવના નાદ સાથે લાંબી કતારો લગાવી દર્શને આવ્યા છે. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે. તેમાં ભરૂચથી કાવડયાત્રીઓ સોમનાથ પહોંચ્યા છે. 12 દિવસની પદયાત્રા બાદ સોમનાથ પહોંચ્યા છે. કાવડયાત્રીઓએ સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો છે. જેમાં દૂર-દૂરથી શિવભક્તો સોમનાથના દર્શને આવ્યા છે.

સોમનાથ મહાદેવને જળાભિષેક કરી કાવડ યાત્રીઓ ધન્ય બન્યા

આજે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી પડી છે. ત્યારે દૂર દૂર થી શિવભક્તો શિવઆરાધના માટે પહોંચે છે. તેમાં ભરૂચ થી કાવડ યાત્રી યુવકો નો સમૂહ 12 દિવસ ની પદયાત્રા પૂર્ણ કરી સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવને જળાભિષેક કરી કાવડ યાત્રીઓ ધન્ય બન્યા હતા.

Advertisement