સોનાની ચમક ફરી ઝાંખી પડી : લગ્ન સિઝન પહેલા સોનું ફરી સસ્તું થયું, એક ક્લિકમાં ચેક કરો પ્રતિ 10 ગ્રામના લેટેસ્ટ રેટ
સતત વધતા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.. સોનુ ખરીદવા માંગતા લોકો માટે આ એક ઉત્તમ મોકો છે.. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 7 હજાર રૂપિયા જેટલો ઘટ્યો છે.
-આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹9,578 રૂપિયા છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 95,780 રૂપિયા છે.
-દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 9566 છે, એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 95660 છે.
- બેંગલુરુમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 9,573 રૂપિયા છે, એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 95730 રૂપિયા છે
- ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ 9588 રૂપિયા છે, એટલેકે 10 ગ્રામ સોનાનો ભાવ 95880 રૂપિયા છે.
કોમોડિટી બજારના નિષ્ણાતો કહી રહ્યા છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર ઠંડુ પડવાના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર, અમેરિકા ચીન પર ટેરિફ ઘટાડી શકે છે. આવા અહેવાલો પ્રકાશિત થયા પછી, ડોલર મજબૂત થઈ રહ્યો છે અને આ સોનામાં વધુ વધારા માટે એક આંચકો હોઈ શકે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે અનિશ્ચિતતાના સમયગાળામાં, સોનાનો ભાવ 92000 થી 94500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે ટ્રેડ થઈ શકે છે.
સોનાને એક પ્રિય સલામત રોકાણ માનવામાં આવે છે અને તેથી બજાર નિષ્ણાતો માને છે કે તેને તમારા પોર્ટફોલિયોમાં સ્થાન મળવું જોઈએ. ગયા વર્ષે સોનાના ભાવના વલણને ધ્યાનમાં રાખીને સોનાએ વાર્ષિક ધોરણે 30 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે, અને 2001 થી 15 ટકા CAGR વળતર આપ્યું છે. ઐતિહાસિક ડેટા દર્શાવે છે કે 1995 થી, સોનાએ ફુગાવાને 2-4 ટકાથી વધુ પાછળ છોડી દીધું છે. ગયા મહિને, 22 એપ્રિલના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગે વૈશ્વિક ચિંતાઓ ઓછી થાય તે પહેલાં, સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1 લાખને સ્પર્શી ગયા હતા.