સોજિત્રાના પીપળાવમાં આશાપુરી માતાજી પ્રગટોત્સવની ધામધૂમ ઉજવણી
સોજિત્રા તાલુકાના પીપળાવ ગામમાં આશાપુરી માતાજીનું મંદિર આવેલું છે. ભાદરવા સુદ આઠમના દિવસે મંદિરમાં માતાજીના પ્રગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તદપરાંત પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આઠમ અને નોમ એમ બે દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું હતું.જો કે આયોજકોની ભૂલને કારણે રાઇડોની મંજૂરી મળી ન હતી.
બીજા દિવસે બપોર બાદ મંજૂરી મળતાં ચકળોડ સહિત રાઇડો 15 દિવસ મહેનત અને ખર્ચ માથે પડતા ભારે ગણગણાટ જોવા મળ્યો હતો ,રવિવાર હોવાથી અધિકારી ન આવતાં મંજૂરી મળી ન હતી પીપળાવ આશાપુરી માતાના મેળામાં બીજા દિવસે પણ હાટડીઓ, અનેકવિધ વસ્તુઓની દુકાનોમાં અવનવી વસ્તુઓ ખરીદવા માનવ મહેરામણની ભારે ભીડ જોવા મળી હતી સોજીત્રા અને પેટલાદ પોલીસ કર્મચારીઓ દ્ધારા સ્થાનિક સ્તરે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જો કે આયોજકો છેલ્લે સુધી રાઇડો મંજૂરી માટે કાર્યવાહી કરી ન હતી.
મેળા પ્રથમ દિવસે રવિવાર હોવાથી અધિકારીઓ હાજર ન હતા. જેતી ચગળોડ સહિત 6 રાઇડો મંજૂરી પ્રથમ દિવસે ન મળતાં શ્ર્રધ્ધાળુઓ પુરતો આનંદ માણી શક્યા ન હતા. સોમવારે કચેરી ખુલી ગઇ પણ મંજૂરી માટે જરૂરી કાર્યવાહી કરવામાં 2 વાગી ગયા હતા.બે વાગ્યાબાદ માડ માડ મંજૂરી મળી હતી. પરંતુ રાઇડો સંચાલકોની 15 દિવસની મહેનત અને તેને ઉભો કરવા કરેલ ખર્ચ પણ નહીં નીકળે તેથી ગણગણાટ જોવા મળ્યો હતા.
ગામડાંઓમાંથી મેળો માણવા હજારોની સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિત વહીવટી તંત્ર દ્ધારા જરૂરી વ્યવસ્થા કરાઈ હતી સોજિત્રા પોલીસ સહિત પ્રશાસન વિભાગ દ્ધારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.