Advertisement

સુરતમાં ખંડણીના કેસમાં કોર્પોરેટરની ધરપકડ, AAPએ સસ્પેન્ડ કર્યા

સુરતમાં ખંડણીના કેસમાં કોર્પોરેટરની ધરપકડ, AAPએ સસ્પેન્ડ કર્યા

સુરત મહાનગરપાલિકાના AAP કોર્પોરેટર રાજેશ મોરડીયા અને પંકજ પટેલ વિરૂદ્ધ ખંડણી માગવાનો કેસ નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી છે. એક કેસમાં પતરાનો ડોમ તોડવાની ધમકી આપીને ₹1 લાખ ઉઘરાવ્યા હતા, જ્યારે અન્ય કેસમાં રોડનું કામ અટકાવી ₹50 હજાર પડાવ્યા હતા. આ મામલે AAPએ રાજેશ મોરડીયાને 2023માં જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો અને પક્ષ સાથે કોઈ સંબંધ ન હોવાનો સ્પષ્ટ કર્યો હતો.

સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા રાજેશ મોરડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજેશ મોરડીયા અને પંકજ પટેલ વિરૂદ્ધ સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક વ્યક્તિનો પતરાનો ડોમ તોડી પાડવાની ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવ્યા હતા, જ્યારે બીજા એક કેસમાં ડામર રોડનું કામ અટકાવી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ બંને કેસમાં પોલીસે ખંડણી ઉઘરાવવાનો ગુનો નોંધી ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટા વરાછા ખાતે ગાર્ડન રેસીડેન્સીમાં રહેતા રોનક પટેલે શુક્રવારે રાજેશ મોરડીયા અને પંકજ  પટેલ વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે વરાછા ભડીયાદરા ફાર્મની પાછળ રોનક પટેલ કામચલાઉ પતરાનો ડોમ બનાવવામાં આવ્યો હતો. ત્યારે રાજેશ મોરડીયા અને પંકજ પટેલ પટેલ તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે હું કોર્પોરેટર છું. પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ, એમ કહીને 7 લાખની માંગણી કરી હતી. પરંતુ રૂપિયા આપવાની ના પાડતાં મારું ગળું દબાવ્યું હતું અને ચપ્પુ કાઢીને ડરાવી-ધમકાવીને 1 લાખ પડાવ્યા હતા. અન્ય એક ઘટનામાં કોર્પોરેટરે ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને 50 હજાર પડાવ્યા હતા તેવો આક્ષેપ મુકાયો છે.  

 

Advertisement