Advertisement

સામરખા ચોકડી રોડ પર ‘સ્લીપ ઝોન’: લોકો પરેશાન

સામરખા ચોકડી રોડ પર ‘સ્લીપ ઝોન’: લોકો પરેશાન

આણંદના સામરખા ચોકડી થી ભાલેજ ઓવરબ્રિજ સુધી ડિવાઇડર તોડી નાંખવામાં આવતાં માર્ગ આવતાં કપચી રેતીનું સામ્રાજય થઈ ગયેલ છે. ત્યારે માર્ગ પર પસાર થતાં વાહન ચાલકો સ્લીપ ખાઇ જવાના બનાવો વધી ગયા છે.બીજી તરફ માર્ગ પર ધૂળ ઉડતા દુકાનદારો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

સામરખા ચોકડી માર્ગ પર વરસાદમાં પાણી ભરાઇ રહેતા બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો.ત્યારે તંત્ર દ્વારા રૂ 4 કરોડ ઉપરાંત માતબર રકમના ખર્ચે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.જેના ભાગરૂપે વર્ષો જૂના ડિવાઇડર જેસીબી મશીનથી તોડી નાંખવામાં આવી રહ્યાં છે.જો કે ટીમો દ્વારા રાત્રિના સમયે માર્ગ ઉપર કામગીરીઓ હાથ ધરવામા આવે ટ્રાફિકની સમસ્યા અટકી શકે તેમ હોવાનું રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.

Advertisement