સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરાઇ:આણંદમાં પાંચ સ્થળોએ શાકમાર્કેટ ઉભા કરાય તો ટ્રાફિકનું ભારણ ઘટે
કરમસદ આણંદ મનપા કરમસદ, વિદ્યાનગર ,મોગરી, લાંભવેલ, ગામડી અને જીટોડિયાનો સમાવેશ થયો છે. પરંતુ આણંદમાં એપીએમસી સંચાલિત એક જ મોટી શાકમાર્કેટ આવેલી છે.
જ્યારે વહેરાઇ માતા મંદિર , ખોડિયાર મંદિર કરમસદ અને જનતા ચોકડી પર ખાનગી પ્લોટમાં શાકમાર્કેટ આવેલા છે.પરંતુ ત્યાં ખાનગી પ્લોટ હોવાથી વેપારીઓ પાસે તગડું ભાડુ વસુલાતું હોવાથી મોંઘાભાવે શાકભાજી વેચવતા હોવાથી ગ્રાહકો મોટી શાકમાર્કેટ આવતાં હોવાથી સ્ટેશન રોડ સહિત અન્ય માર્ગો ટ્રાફિકજામનો પ્રશ્ન ઉપસ્થિતી થાય છે.
કરમસદ આણંદ મનપા વ્યાપ અને વિસ્તાર વધ્યો છે. પરંતુ શહેરમાં એપીએમસી સંચાલિત એક જ શાકમાર્કેટ આવેલું છે. ત્યારે મનપા દ્વારા આગામી વર્ષના આયોજનમાં શહેરમાં મનપા હસ્તક ની કોઇ જમીન પર નવા પાંચ શાકમાર્કેટ ઉભા કરવામાં આવે તેમજ જનતા ઇચ્છે છે.
કરમસદ શહેરમાં એક પણ શાકમાર્કેટ નથી.જેથી શાકભાજીના વેપારીઓ ગમે ત્યાં ઉભા રહેવાની ફરજ પડે છે. તેવી રીતે નવા જોડાયેલા વિસ્તારમાં ધ્યાને લઇને દાંડી માર્ગ, ગણેશ કે જનતા ચોકડી સહિત બાકરોલ વિસ્તારમાં શાકમાર્કેટ ઉભા કરવામાં આવે તેમ જનતા ઇચ્છે છે.