Advertisement

સરદાર પટેલ રાજમાર્ગ પર ગેરકાયદે બાંધકામનો મુદ્દો: મનપા દ્વારા તાત્કાલિક તોડી પાડવાની નોટિસ

સરદાર પટેલ રાજમાર્ગ પર ગેરકાયદે બાંધકામનો મુદ્દો: મનપા દ્વારા તાત્કાલિક તોડી પાડવાની નોટિસ

કરમસદ આણંદ મનપાના ટાઉન પ્લાનિંગ એસ્ટેટ અને વિભાગ દ્વારા મનપા વિસ્તારમાં સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલ જે. કે. લોટસ પાર્ટી પ્લોટ ના સંચાલક પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા મનપાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં તેઓ કોઇ પુરાવા રજૂ કરી શક્યા ન હતા.જેથી મનપા દ્વારા તાત્કાલિક બાંધકામ તોડી પાડવા માટે નોટીસ પાઠવવા આવી છે.

મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા જે. કે. પાર્ટી પ્લોટ ના સંચાલકને અગાઉ વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી(બીયુ ) અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી, પરંતુ જે.કે. પાર્ટી પ્લોટના સંચાલક યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી તાત્કાલિક અસરથી આ પાર્ટી પ્લોટ શીલ કરવામાં આવ્યો હતો.

આમ, સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ મેળવ્યા વગર સરકારી કપાત જગ્યા ઉપર ગેરકાયદે આ પાર્ટી પ્લોટનો બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત જે. કે. પાર્ટી પ્લોટ સરકારી કપાતની જગ્યા ઉપર ગેરકાયદે રીતે અનઅધિકૃત રીતે કાયદાની વિરુદ્ધ બાંધકામ કરતા તેને ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કલમ 260 મુજબ તોડી પાડવા માટે કરમસદ આણંદ મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે.

Advertisement