વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ
ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ગુજરાત તમામ વિસ્તારમાં વર્તાઇ છે.જેથી આણંદ ખેડા જિલ્લામાં અશંત વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનુ પ્રમાણ વધુ રહેશે.
માવઠાની કોઇ સંભાવના નથી.આગામી 5 દિવસ સુધી મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ પારો 14 ડિગ્રી રહેવાની સંભાવના છે.
બેવડી ઋતુનો માહોલ રહેતો હોવાથી શિયાળુ પાકના સિંચાઇ જરૂરીયાત જણાય તો પિયત આપવા જણાવ્યું છે. વાદળો હટતાં ઠંડી જોવર વધવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે.