Advertisement

વિસાવદર પેટાચૂંટણીના ત્રિકોણીય જંગમાં મોટા પાયે મતોનું ધ્રુવીકરણ, ભાજપને નુકસાન થવાની શક્યતા

વિસાવદર પેટાચૂંટણીના ત્રિકોણીય જંગમાં મોટા પાયે મતોનું ધ્રુવીકરણ, ભાજપને નુકસાન થવાની શક્યતા

વિસાવદર પેટાચૂંટણીના ત્રિકોણીય જંગમાં મોટા પાયે મતોનું ધ્રુવીકરણ, ભાજપને નુકસાન થવાની શક્યતા

વિધાનસભાની વિસાવદર બેઠકની પેટા ચૂંટણીના મતદાન પૂર્ણ થઈ ગયું છે. સૌથી વધુ વિસાવદર તાલુકાના અને સૌથી ઓછા બગસરા તાલુકાના મતદારો છે. કયા વિસ્તારના કેટલા મતદારોએ કોને મત આપ્યો છે તેને લઈ અનેક ગણિત મંડાઈ રહ્યા છે પરંતુ આગામી 23મીએ કયા તાલુકામાંથી કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે તે સ્પષ્ટ થશે. હાલ તો ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતે ભાજપને ખૂબ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહી છે. મોટાપાયે મતનું ધ્રુવીકરણ થયું હોવાનું રાજકીય તજજ્ઞો રહ્યા છે.

વિસાવદર વિધાનસભા વિસ્તારમાં 2.91 લાખથી વધુ મતદારો છે. આ વિસ્તારમાં કુલ 157 ગામડાઓનો સમાવેશ થાય છે. વિસાવદર વિધાનસભા વિસ્તાર હેઠળ 8 જિલ્લા પંચાયતની બેઠકનો સમાવેશ થાય છે. કયા વિસ્તારમાંથી કયા ઉમેદવારને કેટલા મત મળશે તેને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ગત લોકસભાની ચૂંટણીમાં વિસાવદર વિધાનસભાના મતદારોએ ભાજપના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમાને 20 હજારથી વધુ મતની લીડ આપી હતી. આ વખતે આ મતનું મોટા પ્રમાણમાં ધ્રુવીકરણ થયું અટકળો તેજ બની ગઈ છે. રાજકીય તજજ્ઞોના મત મુજબ વિસાવદરના મતદારો દર ચૂંટલીમાં અલગ અલગ મુદાઓ, અલગ અલગ સ્ટ્રેટેજી, ઉમેદવાર, પક્ષ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરવા માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત માનવામાં આવી રહ્યા છે. 

વર્ષ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 7000 મતની લીડ આપી હતી, તેના દોઢથી જે વર્ષ બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વિસાવદર વિધાનસભા વિસ્તારના મતદારોએ 20 હજારથી વધુ મતની લીડ આપી હતી. હવે આ મતદારોએ ફરી કઈ તરફ જોક રાખ્યો છે કે કેમ તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે પરંતુ મોટા પ્રમાણમાં મતનું ધ્રુવીકરણ થયું હોવાની શક્યતાઓ તેજ બની ગઈ છે. 

જે મુજબ મતદાનનો ટ્રેન્ડ ચાલ્યો તે મુજબ મતનું ધ્રુવીકરણ થયું છે તે વાત નક્કી જેવી છે. સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી ભાજપને લોકસભાની ચૂંટણી કરતા ખૂબ મોટું નુકસાન થશે, કોંગ્રેસને પણ લોકસભાની ચૂંટણીમાં મળેલા મતમાં ખૂબ મોટો ઘટાડો અને આમ આદમી પાર્ટીને ફરી વિસાવદરમાં સારા એવા પ્રમાણમાં મત મળે તેવો અંદાજ છે.

Advertisement