Advertisement

વિશ્વ માતૃભાષા દિવસ પૂર્વે ગુજરાત સાહિત્ય અકાદમીનો ભવ્ય સમારોહ

વિશ્વ માતૃભાષા દિવસ પૂર્વે ગુજરાત સાહિત્ય અકાદમીનો ભવ્ય સમારોહ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીશ્રી ડૉ.જયરામ ગામિતની ઉપસ્થિતિમાં વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજાયેલા માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કર્યા; આ અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એકસાથે 51 જેટલા પુસ્તકોનું પ્રકાશન કરાયું...


માતૃભાષાના ગૌરવગાન સાથે અન્ય ભાષાઓ પ્રત્યેનો આદર એ જ આપણી સંસ્કૃતિની અભિવ્યક્તિ છે: મુખ્યમંત્રીશ્રી


2024ના વર્ષ માટેનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે શ્રી પ્રવીણ દરજીને તથા કચ્છી ભાષા માટે શ્રી માવજી મહેશ્વરીને એનાયત; 2024ના વર્ષ માટે યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે અજય સોની અને કચ્છી ભાષા સાહિત્ય માટે દિપક નંદાને સન્માનિત કરાયા...

Advertisement