Advertisement

વાસદમાં આયશર કેન્ટેનરમાં છુપાવેલો વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપાયો

વાસદમાં આયશર કેન્ટેનરમાં છુપાવેલો વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપાયો

વાસદમાં આયશર કેન્ટેનરમાં છુપાવેલો વિદેશી દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપાયો

વાસદ પોલીસે આજે વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે ટોલનાકા નજીક આવેલા હનુમાનજીના મંદિર પાસેથી એક આઈશર કન્ટેનરમાં ગુપ્ત ખાનું બનાવીને લવાયેલા વિદેશી દારૂના ક્વાર્ટરીયા બીયરની કુલ૧૩૦૩૨ બોટલો સાથે ડ્રાયવરને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ૧૯.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે પકડાયેલા ડ્રાયવરના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, એક આઈસર કેન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને વાસદના ટોલનાકા પાસેથી પસાર થવાનો છે. જેના આધઆરે પોલીસની ટીમ વડોદરાથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર આવેલા હનુમાનજી મંદિર પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક આઈસર કન્ટેનર નંબર જીજે-૦૮, એયુ-૬૧૨૫ની આવી પહોંચતા પોલીસે તેને શંકાના આધારે અટકાવી હતી અને તપાસ કરતા કેન્ટેનરની પાછળના ભાગે બનાવેલું એક ગુપ્ત ખાનુ મળી આવ્યું હતુ. જેને ખોલીને જોતા અંદર વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોવાનું જોવા મળ્યું હતુ. જેથી પકડાયેલા ડ્રાયવરનુ નામઠામ પુછતાં તે દેવારામ વિરમારામ જાખડ (જાટ) (રે. કકરાલા મુલાની, બાડમેર, રાજસ્થાન)નો હોવાનું જણાવ્યું હતુ. તેની પાસે વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેનું લાયસન્સની માંગણી કરતા નહીં હોવાનું જણાવ્યું હતુ.

જેથી આઈસર કન્ટેનરને વાસદ પોલીસ મથકે લાવીને ખાલી કરી ગણતરી કરતા વિદેશી દારૂના ક્વાર્ટરીયા ૧૨૬૭૨ બોટલો અને બીયરના ૩૬૦ ટીન થવા પામ્યા હતા. જેની કિંમત ૧૩,૨૧,૨૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે એક મોબાઈલ, રોકડા ૪૫૦, કન્ટેનર સહિત કુલ ૧૯,૦૭,૨૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા ડ્રાયવરની પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂ-બીયરનો જથ્થો રાજસ્થાનના ફતેહપુર ખાતે રહેતા અનિલ ઉર્ફે પાન્ડીયા જીતેન્દ્રકુમાર જાટે રાણીવાડા ખાતેથી ભરાવી આપ્યો હતો અને અનિલ જે લોકેશન આપે તે લોકેશન પર જઈને ડીલીવરી આપવાની હતી. આ કબુલાતના આધારે પોલીસે બન્ને વિરૂદ્ઘ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો.

પકડાયેલા ડ્રાયવર અને વિદેશી દારૂ મોકલનારાનો ગુનાહિત ઈતિહાસ
વાસદ પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા ડ્રાયવર દેવારામ વિરમારામ જાખડ વિરૂદ્ઘ દાહોદ રૂરલ ખાતે બે અને ગાંધીધામ બી-ડીવીઝન વિરૂદ્ઘ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનાઓ દાખલ થયા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલાવનાર અનિલ ઉર્ફે પાન્ડીયા વિરૂધ્ધ રા, હાલોલ અને લાધણજ પોલીસ મથકે ગુનાઓ દાખલ થયા છે. આમ, બન્ને શખ્સો છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા હોવાનું ખુલવા પામ્યું છે.

Advertisement