Advertisement

વલ્લભ વિદ્યાનગર: 153 નોકરી તકો માટે માર્ગદર્શન અને સન્માન સમારંભ

વલ્લભ વિદ્યાનગર: 153 નોકરી તકો માટે માર્ગદર્શન અને સન્માન સમારંભ

વલ્લભ વિદ્યાનગર: 153 નોકરી તકો માટે માર્ગદર્શન અને સન્માન સમારંભ

આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતે નારી વંદન સપ્તાહ નિમિત્તે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. ત્રણ નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ 153 ખાલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓ, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા ઉદ્યોગ લોન અને 181 મહિલા હેલ્પ લાઈન નંબર વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉદ્યોગ સાહસિક મહિલાઓનું ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત મહિલાઓએ પોતાની સાહસગાથા પણ રજૂ કરી હતી.

ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર, 'સખી' વન સ્ટોપ સેન્ટરના કર્મચારી, 181 અભયમ હેલ્પલાઈનના કર્મચારી તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Advertisement