વર્ષો જૂનો સ્ટોલ તોડી પાડી નવી ઓફિસ બનાવવાનું આયોજન
આણંદ રેલ્વે સ્ટેશન એ ગ્રેડનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કેટલીક પાયાની સુવિધાઓનો અભાવ છે. ત્યારે રેલ્વે સ્ટેશન કેટલીક જગ્યા કેબીનો ખોટી રીતે જગ્યા રોકી રાખી હતી. તેને ધ્યાને લઇને રેલ્વે તંત્ર દ્વારા પ્લેટ ફોમ નં 4 અને 5 વચ્ચે આવેલી વર્ષોજૂની કેબીન કારણે 300 ફૂટ જેટલી જગ્યાએ બિન ઉપયોગી પડી રહી હતી. તેને હટાવીને તેની જગ્યાએ રેલ્વે વિભાગ દ્વારા ઓફિસ કે અન્ય ઉપયોગ લેવાનો નિર્ણય કર્યો છે.
આણંદ શહેરના રેલ્વે સ્ટેશન અંગ્રેજો શાસન દરમિયાન બન્યું હતું. ત્યારબાદ 1959 મા શેડ બનાવીને પ્લેટ ફોર્મ સહિત કેટલીક કેબીનો ઉભી કરવામાં આવી હતી. પ્લેટ ફોર્મ નં 4 અને 5 વચ્ચે આવેલા વર્ષોજૂની કેબીન છેલ્લા 10 વર્ષથી બિન ઉપયોગી પડી રહી હતી. ખોટી જગ્યા રોકતી હતી.તેને તોડી પાડવામાં આવ્યું છે.તેની જગ્યાએ આધુનિક ઓફિસ કે મુસાફરો માટે અન્ય કોઇ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવશે.