Advertisement

વરસાદ અપડેટ / હવામાનની આગાહી: જાણો આગામી 5 તારીખ સુધી ગુજરાતમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ?

વરસાદ અપડેટ / હવામાનની આગાહી: જાણો આગામી 5 તારીખ સુધી ગુજરાતમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ?

Gujarat Rain Latest News : ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા, ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ?

1. ચોમાસાની વિદાયની વાતો વચ્ચે મોટી અપડેટ

Gujarat Rain : રાજ્યમાં ચોમાસાની વિદાયની વાતો વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે એટલે 1 ઑક્ટોબરથી ગુજરાતમાં વરસાદનું જોર તો ઘટી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે હવે આ મહિનામાં અનેકવાર વરસાદની સંભાવના છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. હવે જાણો કે, ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ?

2. 1 ઓક્ટોબરના રોજ આ વિસ્તારોમાં આગાહી

આજે એટલે કે, 1 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

3. 2 ઓક્ટોબરના રોજ આ વિસ્તારોમાં આગાહી

2 ઓક્ટોબર અને બુધવારના રોજ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

4. 3 ઓક્ટોબરના રોજ આ વિસ્તારોમાં આગાહી

3 ઓક્ટોબર અને ગુરુવારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

5. 4 ઓક્ટોબરના રોજ આ વિસ્તારોમાં આગાહી

4 ઓક્ટોબર અને શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

6. 5 ઓક્ટોબરના રોજ આ વિસ્તારોમાં આગાહી

5 ઓક્ટોબર અને શનિવારના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Advertisement