દુમાડથી સમા તરફ વાહનોની દોઢ કિમી લાંબી કતારો લાગી
સમા તળાવ ચાર રસ્તા પર હરણી ટાંકીની પાણીની લાઇન અને મહીથી આવતી લાઈનના જોડાણની કામગીરીને પગલે દુમાડ અને અમિતનગરથી સમા જંક્શન સુધીનો રોડ 2 દિવસ બંધ કરાયો હતો. જેને પગલે શુક્રવારે પિક અવર્સમાં ટ્રાફિક જામ થયો હતો. ખાસ કરીને દુમાડ ચોકડી તરફથી આવતાં વાહનોની કતારો લાગતાં લોકો પરેશાન થયા હતા.