Advertisement

વડોદરાના ગંભીરા પુલ દુર્ધટનામાં મૃતકોને શ્રઘ્ધાંજલી અને સહાય આપતા પૂ.મોરારિબાપુ

વડોદરાના ગંભીરા પુલ દુર્ધટનામાં મૃતકોને શ્રઘ્ધાંજલી અને સહાય આપતા પૂ.મોરારિબાપુ

ગંભીરા પુલ દુર્ધટનામાં મૃતકોને શ્રઘ્ધાંજલી અને સહાય આપતા પૂ.મોરારિબાપુ

ગઇકાલે વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ગામ પાસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો પુલ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહી નદી પર આવેલ આ પૂલ અચાનકજ તૂટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા લોકો અને વાહનો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં પાણી તથા કાદવ હોવાને કારણે  15 લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને પુ.મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 2,25, 000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતા શ્રી રાજુભાઇ દોશી દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.

Advertisement