Advertisement

લાંભવેલમાં વિકાસની શરૂઆત: 1100 મીટર સ્ટોર્મ ડ્રેનેજ લાઇન મંજૂર

લાંભવેલમાં વિકાસની શરૂઆત: 1100 મીટર સ્ટોર્મ ડ્રેનેજ લાઇન મંજૂર

આણંદ મનપા જોડાયેલા લાંભવેલ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ જ વ્યવસ્થા ન હતી. હાલમાં લાંભવેલ અને આસપાસ વિસ્તારમાં નવી બનેલી 150થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા ન હતી. જેના કારણે વરસાદી પાણી રસ્તા પર ભરાઇ રહેતા હતો. જો કે મનપાએ નવા જોડાયેલા ગામોમાં પાયાની સુવિધા પૂરી પાડવાના હેતુથી વિકાસના કામો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે લાંભવેલ ગામમાં 1100 મીટર સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન 2.93 કરોડના ખર્ચે નાંખવામાં આવશે. જેથી વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન કાયમી ધોરણે હાલ થઇ જશે. સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્નને ધ્યાને લઇને ગામમાં નવી પાણીની ટાંકી 9 લાખ લીટરની રૂ 2.43 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે જેનો ફાયદો 18 હજાર વધુ લોકોને થશે

આણંદ મનપા જોડાયેલા લાંભવેલ ગામનો ઝડપી થી વિકાસ થઇ રહ્યો છે. જો કે અગાઉ પંચાયત હોવાથી પૂરતા પ્રમાણ ગ્રાન્ટ મળતી ન હતી. જેથી પાયાની જરૂરીયાત સમા કેટલાંક વિકાસના કામો અટવાઇ ગયા હતા. જો કે મનપા જોડતા કમિશ્નરે સૌ પ્રથમ પ્રજાની સુવિધા અર્થેના કામોનો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

જો કે વર્ષોથી લાંભવેલ ગામના કેટલાંક વિસ્તાર અને સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની પુરતી વ્યવસ્થા ન હતી. જેથી વરસાદી પાણી માર્ગો પરથી વહેતા હતા. જેના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં ભરાઇ રહેતા હતા. આ અંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેથી તેઓએ લાંભવેલ ગામમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાંખવા માટે રૂ 2.93 કરોડ ફાળવ્યા હતા. મનપાએ લાંભવેલમાં 1100 મીટર લાંબી સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાંખવાનું આયોજન હાથ ધર્યું છે.

નવી બનેલી સોસાયટીઓને બોરના પાણીમાંથી મુકિત મળશે લાંભવેલ ગામની વસ્તી માંડ 7 હજારની છે. જ્યારે લાંભવેલ આસપાસ છેલ્લા 10 વર્ષમાં 150થી વધુ સોસાયટીઓ નવી બની છે. પરંતુ વોટરવર્કસના પાણીની કોઇ વ્યવસ્થા ન હતી. જેથી સોસાયટીઓના રહીશોને સ્થાનિર બોર પાણી પીવાનો વખત આવતો હતો. જો કે ગામમાં 9 લાખ લીટર પાણીનો ક્ષમતા ધરાવતી ટાંકી બનાવવામાં આવશે. જેથી સોસાયટીના રહીશો આગામી વર્ષથી વોટરવર્કસ પાણી મળતું થશે. જેથી બોરના પાણીમાંથી સોસાયટીના રહીશોને મુકિત મળશે.

Advertisement