Advertisement

રિફંડ નહીં, રિફંડના બહાને લૂંટ! ઠગએ બનાવી ફ્લિપકાર્ટનો નકલી કર્મચારી

રિફંડ નહીં, રિફંડના બહાને લૂંટ! ઠગએ બનાવી ફ્લિપકાર્ટનો નકલી કર્મચારી

રિફંડ નહીં, રિફંડના બહાને લૂંટ! ઠગએ બનાવી ફ્લિપકાર્ટનો નકલી કર્મચારી

ડાકોરમાં ગોપાલપુરા વિસ્તારના 67 વર્ષીય પિયુષભાઈ મહેતા સાથે ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત્ત જીવન ગુજારતા પિયુષભાઈએ ફ્લિપકાર્ટ પરથી 356 રૂપિયાના બૂટ ખરીદ્યા હતા. 4 જૂને ઓર્ડર કર્યા બાદ 7 જૂને ડિલિવરી મળી હતી. બૂટ સાઈઝમાં યોગ્ય ન હોવાથી તેમણે રિફંડ માટે પ્રક્રિયા કરી. 10 જૂને ડિલિવરી બોય બૂટ પરત લઈ ગયો. પિયુષભાઈએ 15 જૂને વેબસાઈટ પર રિફંડ માટે અરજી કરી હતી.

17 જૂને તેમના મોબાઈલ પર ટેકનિકલ ખામીને કારણે રિફંડ ન થયાનો મેસેજ આવ્યો. તે જ દિવસે એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ફ્લિપકાર્ટના કસ્ટમર કેર કર્મચારી તરીકે આપી. વોટ્સએપ પર કોલ કરી બેંકની વિગતો માગી અને ફોન ચાલુ રાખી ઓટીપી મેળવ્યો હતો.

ગઠિયાએ ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 99,331 રૂપિયા ઉપાડી લીધા. પિયુષભાઈએ રકમ કપાયા અંગે પૂછતાં ટેકનિકલ ખામીનું બહાનું આપ્યું. છેતરપિંડીનો અહેસાસ થતાં પિયુષભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર અને ત્યારબાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement