રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં આણંદના 70થી વધુ અધિકારી-કર્મીઓ તૈનાત કરતાં હાલાકી
આણંદ જિલ્લા કલેક્ટર કચેરી, જૂના સેવા સદન સહિત અન્ય કચેરી આવેલી છે. દરેક કચેરીમાંથી 3 જેટલા કર્મીઓને અને અધિકારીઓને કચ્છ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટમાં ફરજ માટે તા 8 થી 12 જાન્યુઆરી સુધી તૈનાત કરાયા છે.
જેના કારણે દરેક કચેરીમાં મોટાભાગની ખુરશી ખાલી જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કામ લઇને આવતાં અરજદારનો ધરમધક્કા ખાવાનો વખત આવ્યો છે.
આણંદ જિલ્લાની તમામ કચેરીમાં કર્મીઓને વાઇબ્રન્ટ સમિટમાં ફરજ પર મુકવામાં આવ્યાં છે. જેમાં શનિરવિની રજા અને 12 મી જાન્યુઆરી રાત્રે ફરત ફરશે. જેથી બીજા દિવસે કામ નહીં આવે તેમજ 14મી ઉતરાયણ પર્વની રજા હોવાથી હવે અધિકારીઓને અને કર્મીઓ 15મી ઓફિસમાં જોવા મળશે.
તેમાંય 15મી વાસી ઉતરાયણ હોવાથી કેટલાંક રજા પડાશે. જેથી અરજદારોને એક સપ્તાહ સુધી રાહ જોવાનો વખત આવ્યો છે.
કર્મીઓને અભાવે દાખલા સહિતની નકલો મેળવવા તેમજ રેશનકાર્ડ સહિતની નીતિ વિષયક કામગીરી અટવાઇ ગઇ છે. ત્યારે તેઓ આધારકાર્ડ, રેશનકાર્ડ સહિત અન્ય કામગીરી માટે કચેરીમાં આવતાં હોય છે. પરંતુ કર્મીના અભાવે કામગીરી ન થતાં ધક્કા ખાવાનો વખત આવ્યો છે.
એનઆરઆઇ સહિત નાગરીકોને કામ અટવાતા ભારે રોષ એનઆરઆઇ મોટી સંખ્યામાં દરેક ગામમાં આવ્યાં છે. ત્યારે તેઓ આધારકાર્ડ, રેશનકાર્ડ સહિત અન્ય કામગીરી માટે કચેરીમાં આવતાં હોય છે. પરંતુ કર્મચારીના અભાવે કામગીરી ન થતાં ધરમધક્કા ખાવાનો વખત આવ્યો છે.
ખાસ કરીને લગ્ન સીઝન ચાલતી હોવાથી નોંધણી અને લગ્ન સર્ટી મેળવવા તેમજ પાસપોર્ટ માટે જરૂરી દાખલના ન મળતાં વિદ્યાર્થીઓ સહિત નાગરીકનો અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.